હવેથી ક્યારે પણ લાઇટ ચાલુ કરીને ઊંઘતા નહિં, જાણી લો તેનાથી થતા આ નુકસાન વિશે

લાઈટ ચાલુ કરીને સૂવું બની શકે છે સ્વાસ્થ્ય માટે નુક્શાનદાયક, જાણો કઈ રીતે.
સ્વસ્થ શરીર માટે રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.આ વાત તમે ઘણા લેખમાં વાંચી હશે અને ઘણા ડોક્ટરોના મોઢે સાંભળી પણ હશે. ઘણી શોધોમાં આ વાત સામે પણ આવી છે કે ઘણીવાર બીમારીઓ પૂરતી ઊંઘ ન થવાના કારણે જ થાય છે. આ તો થયો સારી ઊંઘનો તંદુરસ્તી સાથે સંબંધ. હવે સારી ઊંઘ આવવા માટે ઘણી બધી વસ્તુઓ જરૂર હોય છે જેમ કે ચોખ્ખી પથારી, સારું ઓશીકું, શાંત વાતાવરણ અને થોડો થાક.

image source

આ બધી વસ્તુઓ હોય તો કોઈપણ વ્યક્તિને સારી ઊંઘ આવી જાય છે. જે સ્વાસ્થ્ય માટે સારી છે. આ સિવાય ઘણા લોકો સૂતી વખતે રાત્રે રૂમમાં લાઈટ ચાલુ રાખીને સુવે છે તો કેટલાક લોકો એકદમ અંધારામાં સુવે છે. પણ શું તમે જાણો છો કે આની પણ તમારી ઊંઘ અને ઊંઘ પરથી તમારા સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે. તો ચાલો જાણીએ લાઈટ ચાલુ કરીને સૂવું એ ફાયદાકારક છે કે નુકશાનકારક.

લાઈટ ચાલુ કરીને સૂવું એ સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં.

image source

હાલમાં જ થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લાઈટ બંધ કરીને સૂવું જ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.કારણ કે આના કારણે ઊંઘ પુરી ન થવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. જ્યારે શરીર થાકેલું હોય ત્યારે મસ્તિષ્કની એકાગ્રતામાં ઉણપ આવવા લાગે છે, જેના કારણે એક સમય પછી વ્યક્તિને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. લાઈટ ચાલુ કરીને સૂવાથી ઘણા નુકશાન થાય છે. તો ચાલો જાણીએ એ નુકશાન વિશે.

-ઊંઘ પુરી ન થવી.

image source

રાત્રે લાઈટ ચાલુ કરીને સૂવાથી મોટાભાગના લોકોની ઊંઘ પુરી નથી થતી. ઊંઘ પુરી ન થવાના કારણે એમનો પછીનો દિવસ થાકભર્યો વિતે છે. એ સિવાય કામ કરવામાં જીવ નથી પરોવાતો, વારે ઘડીએ ઊંઘ આવવી જેવી તકલીફો થાય છે, જેના કારણે સ્વાસ્થ્યની સાથે ઘર અને ઓફિસનું કામ પણ પ્રભાવિત થાય છે. લાંબા ગાળા સુધી આ સ્થિતિ રહે તો તમે ગંભીર બીમારીનો ભોગ પણ બની શકો છો. એટલે તમારી આ આદતને જલ્દી બદલી લો. આવું પ્રકાશના કારણે વારંવાર તમારી ઊંઘ ઊડી જવાના કારણે થાય છે.

-ડિપ્રેશન.

image source

જો તમે વારે ઘડીએ વસ્તુઓ ક્યાંક મૂકીને ભૂલી જાઓ છો, એકલવાયું અનુભવતા હોય, ઓછી ઊંઘ અને ચીડિયાપણું અનુભવતા હોય તો આ રાત્રે લાઈટ ચાલુ રાખીને સુવાના કારણે પડતી તકલીફો છે કારણ કે રાત્રે સૂતા સમયે ચેહરા પર પડતો પ્રકાશ તમારા મસ્તિષ્કના ઇલેક્ટ્રોનિક તરંગોને શાંત કરવામાં અડચણ ઉભી કરે છે. જેના કારણે મસ્તિષ્કની કામ કરવાની ગતિ ધીમી થઈ જાય છે.

-મેદસ્વીતા.

image source

એક શોધમાં જાણવા મળ્યું છે કે લાઈટ ચાલુ રાખીને સૂવાથી લોકોને મેદસ્વીતાની સમસ્યા થવા લાગે છે. આ શોધ મહિલાઓ પર કરવામાં આવી હતી, શોધ અનુસાર, જે મહિલાઓ લાઈટ કે ટીવી ચાલુ કરીને સુઈ જાય છે એ મહિલાઓ અન્યની સરખામણીમાં વધારે મેદસ્વી હોય છે.આનું મુખ્ય કારણ ઊંઘ પુરી ન થવી અને મોડી રાત્રે વધારે જમવું.

-જૂની અને ગંભીર બીમારીઓનો વધતો ખતરો.

image source

જો તમે રોજ લાઈટ ચાલુ કરીને સુઈ જાવ છો તો એનાથી તમારી મટી ગયેલી બીમારી કે જૂની ગંભીર બીમારી વધવાની શક્યતાઓ વધી જાય છે. જેમાં હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને ટાઈપ 2 ડાયાબિટીઝ મુખ્ય છે. એનું મુખ્ય કારણ ઊંઘ પુરી ન થવી એ જ હોય છે. સાથે સાથે મસ્તિષ્કના કામની ગતિ પણ ધીમી થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત