આજથી જ બદલી નાખો તમારી આ પાંચ આદતોને, કારણકે એનાથી વધી જાય છે તમારું બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશરનું કારણ છે આ પાંચ ખોટી આદતો, જાણો એનાથી બચવાના ઉપાય.

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હવે લોકોમાં ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે કારણ કે દર બીજો વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરથી પીડાઈ રહ્યો છે. હાઈ બ્લડપ્રેશરના કારણે તમને ઘણી બીજી બીમારીઓનો ખતરો વધી જાય છે. હૃદય સંબંધિત બીમારીઓનું મુખ્ય કારણમાંથી એક છે

image source

હાઈ બ્લડ પ્રેશર. એટલે જરૂરી છે કે તમે તમારા બ્લડ પ્રેશરને કાબુમાં રાખવાની કોશિશ કરો. તમારી રોજની દિનચર્યા અને કંઈક ખોટી આદતો તમારું બ્લડ પ્રેશર વધવાનું કારણ બની શકે છે. તો ચાલો આજે અમે તમને અમુક એવી આદતો વિશે જણાવીશું જેને તમે અત્યાર સુધી અવગણતાં હતા.

શારીરિક ગતિવિધિ ન કરો.

image source

જો તમારી શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે તો એ તમારું વજન વધારી શકે છે પણ એટલું જ નહીં એ તમારા હાઈ બ્લડ પ્રેશર માટે પણ જવાબદાર બની શકે છે. એટલે જરૂરી છે કે તમે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો, જેથી કરીને તમે હાઈ બીપીની સાથે સાથે અન્ય બીમારીઓથી પણ દૂર રાખે છે. એક દિવસમાં 30 મિનિટની કસરત તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરી શકે છે.

વધારે પડતા મીઠાનું સેવન.

image source

હાઈ બીપીના રોગીઓને હંમેશા મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે મીઠાનો વધુ પડતા ઉપયોગથી તમારા હાઈ બ્લડ પ્રેશરનો ખતરો બમણો થઈ જાય છે. એટલે પ્રયત્ન કરો કે ઓછા મીઠા વાળું ખાવાનું ખાઓ અને ભોજનમાં વધારે પડતા મીઠાનો ઉપયોગ ટાળો. એ તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે.

તમાકુની આદત.

image source

તમાકુ ખાવાથી પણ તમારા બ્લડપ્રેશર પર અસર પડી શકે છે. આ તમારા હાઈ બ્લડપ્રેશરના ખતરાને વધારી શકે છે. ધુમ્રપાન અને તમાકુ ના ફક્ત કેન્સર જેવી બીમારીઓ પણ અન્ય કેટલીક બીમારીઓ અને તમારા બ્લડ પ્રેશરને પણ વધારી શકે છે. એટલે જો તમને ધુમ્રપાન કે તમાકુ સેવનની આદત હોય તો એને છોડી દો અથવા ઓછી કરી દો.

તણાવ.

image source

આજકાલની બદલતી લાઈફ સ્ટાઇલમાં તણાવ એ એક એવી સમસ્યા છે, જેનો શિકાર બાળકોથી લઈને વડીલો સુધી બની શકે છે. તણાવ પાછળ ઘણા બધા કારણ હોઈ શકે જેમ કે કામનું દબાણ, કોઈ વાતને લઈને પરેશાની, ભણતર અને બીજી ઘણી વસ્તુઓ તણાવ ઉભો કરી શકે છે. તણાવના કારણે વ્યક્તિ સુનમુન લાગ્યા કરે છે. પણ શું તમે જાણો છો કે તમારું વધારે સમય તણાવમાં હાઈ બ્લડપ્રેશરનું કારણ બની શકે છે. એટલે યોગ અને યોગ્ય ખોરાકની મદદથી તણાવમુક્ત રહેવાની કોશિશ કરો

દારૂ અને કેફીન

image source

ચા કોફીમાં કેફીનનું પ્રમાણ રહેલું હોય છે. ચા તમારા રૂટિનનો એક મહત્વનો ભાગ હોઈ શકે છે પણ શું તમે જાણો છો કે એ તમારા રક્તચાપને વધારી શકે છે. જો તમે ચા કે કોફીનું સેવન કરવા માંગો છો તો એકદમ લાઈટ કોફી પીવો. બહુ વધારે પડતા કેફીનનો ઉપયોગ શરીર માટે હાનિકારક બને છે. અને આ જ રીતે દારૂનું સેવન પણ બપડ પ્રેશર વધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત