ઘરે બેઠા આ ચીજોની મદદથી લો બોડી સ્પાની મજા, થોડા સમયમાં થશો રિલેક્સ

કોરોનાની સીઝનમાં તમે ઘરેબેઠા બોર થઈ ગયા હશો. આ સમયે શરીરને રિલેક્સ કરવા માટે અને થાક કે કંટાળાને દૂર કરવા માટે લોકો બોડી સ્પાની મદદ લેતા હોય છે. બોડી સ્પામાં શરીરના વિવિધ અંગોને એક્સફોલિએટ કરાય છે. તેને વધારે સુંદર બનાવવામાં આવે છે. આ માટે લોકો કલાકો સુધીનો સમય પાર્લરમાં પસાર કરે છે અને તેને માટે અઢળક રૂપિયા પણ ખર્ચ કરે છે. આ સમયે લોકો ઘરમાં બંધ છે ત્યારે અનેક ઘરેલૂ નુસખાની મદદથી સ્કીનને ફિટ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ મળી રહી છે. આજે અમે આપને જણાવીશું કે તમે ઘરે બેઠા સ્પાની મજા કઈ રીતે લઈ શકો છો. આ સિવાય કેટલીક ચીજોની મદદથી ઓછા ખર્ચે તમે સ્કીન, સુંદર અને શાઈની રાખી શકાય છે. તો તમે તેની મદદ લઈ શકો છો. તો જાણો કઈ રીતે તમે તેનાથી મદદ મેળવી શકો છો.

હોઠને આ રીતે કરી લો સ્ક્રબ

image source

હોઠને સોફ્ટ બનાવવા માટે એક બાઉલ લો અને તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ અને એક ચમચી બ્રાઉન શુગર નાંખીને સારી રીતે મિક્સ કરો. હવે તેને લિપ્સ પર લગાવીને 5 મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં સ્ક્ર્બ કરો. થોડીવાર બાદ હોઠને સાફ કરો અને કોઈ હર્બલ લિપ બામ લગાવી લો. હોઠને સ્ક્રબ કરવાથી હોઠ એકસફોલિએટ થશે અને ફાટશે પણ નહીં.

ચહેરાને ગ્લો આપવા માટે ફેસ માસ્ક બેસ્ટ ઓપ્શન છે. આ માટે એક બાઉલમાં એક ચમચી હળદર અને 3 ચમચી દહીં મિક્સ કરો અને તેને સારી રીતે હલાવીને ચહેરા અને ગરદન પર લગાવી લો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી સાદા પાણીથી ફેસ વોશ કરો. અઠવાડિયામાં 2 વાર આ કામ કરવાથી જલ્દી ગ્લોઈંગ સ્કીન જોવા મળી શકે છે.

કેળા અને મધનું હેર માસ્ક

image source

ગરમીમાં વાળ વધારે ડેમેજ થાય છે. ધૂળ, માટી અને સૂરજના કિરણોથી વાળને નુકસાન થાય છે. તેની ચમક છીનવાઈ જાય છે. વાળની ચમક કાયમ રાખવા માટે એક બાઉલમાં એક પાકેલું કેળું, મધ અને નારિયેળ તેલને મિક્સ કરી લો અને સાથે તેની એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તને માથા પર મૂળથી છેડા સુધી લગાવીને લગભગ 40 મિનિટ સુધી રહેવા દો. આ પછી માઈલ્ડ શેમ્પૂ સુધી વાળને ધોઈ લો. તેના બાદ તમે વાળને સ્મૂધ અને શાઈની બનાવી શકશો.

બોડી સ્ક્રબ

image source

શરીર પરની ધૂળ માટી અને ગંદગીને દૂર કરવા માટે બોડી સ્ક્રબ જરૂરી છે. તેના માટે તમે ઘરે બનાવેલા ઉબટન અને સ્ક્રબની રીતે અનેક ચીજનો ઉપયોગ કરી શકો છો. ઘરે ઉબટન બનાવવા માટે થોડો લોટ, બેસન, એક ચમચી સરસિયાનું તેલ, એક ચમચી હળદર અને દૂધને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. તેને શરીર પર લગાવો અને સાથે થોડી વાર રાખીને તેને ધોઈ લો. આવું અઠવાડિયામાં 2 વાર કરવાથી તમને ટેનિંગથી છૂટકારો મળશે.

ઘરે જ કરી લો પેડિક્યોર

image sourcce

તમારા પગને સાફ રાખવા માટે અને ડેડ સ્કીનને હટાવવા માટે તમે એક ટબમાં ગરમ પાણી લો અને સાથે તેમાં અપ્સમ સોલ્ટ અને લીંબુનો રસ મિક્સ કરીને પગને તેમાં ડુબાડીને રાખો. થોડી વાર પાણીમાં પગને રાખ્યા બાદ એક સ્ક્રબરથી પગની એડીની ડેડ સ્કીન સાફ કરીને પાણીથી ધોઈ લો. એપ્સમ સોલ્ટની હિલિંગ પ્રોપર્ટીથી તમારા પગના દર્દમાં રાહત મળશે.

હાથ માટે ઓટમીલ સ્ક્રબ

image source

ઓટ્સ સ્કીનને વિટામિન અને ખનીજની સાથે પોષણ આપતા એક્સફોલિએટ કરે છે. એવામાં તમે હાથને માટે ઓટમીલ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. વ્હીટજર્મ તેલ મોઈશ્ચકાઈઝ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી એજિંગ ગુણ હોય છે. તો સાથે મધમાં એન્ટી બાયોટિક અને જીવાણુરોધી ગુણ હોય છે. જે ઘાને સાજા કરવામાં મદદ કરે છે અને હાથ અને આંગળી પર નાના કટ કે તેની જકડનને દૂર કરે છે. આ માટે બાઉલમાં ઓટ્સ, વ્હીટજર્મ ઓઈલ અને મધને મિક્સ કરીને હાથ પર લગાવો. તેનાથી હાથ પર થનારી ટેનિંગથી પણ છુટકારો મળશે.

થાક દૂર કરવા માટે કરો બોડી મસાજ

image source

પોતાને સારી રીતે અને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે બોડી મસાજ જરૂરી છે. પોતાની પસંદના એસેન્શિયલ ઓઈલને કોઈ અન્ય ઓઈલની સાથે મિક્સ કરો અને લાઈટ મ્યુઝિક અને માહોલ બનાવીને બોડી મસાજનો આનંદ લો. તમે હળવા હાથે પોતાના ખભા અને સાંધા પર મસાજ કરો અને સાથે પરિવારના કોઈ સભ્ય પાસે પણ આ મસાજ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત