રસોડામાં રહેલી નાની ડુંગળી આપે છે આ કમાલના ફાયદા, જાણો કઈ બીમારી અને સમસ્યાને કરે છે ચપટીમાં દૂર

સીઝન બદલાઇ રહી છે અને એવામાં ગરમી અને કોરોનાની સાથે અનેક બીમારીઓએ દેખા દેવાનું શરૂ કર્યું છે. આપણે સૌ સદીઓથી ગરમીની સીઝનમાં ડુંગળીનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પરંતુ ડુંગળીની સાથે ડુંગળીનો રસ પણ રોજિંદી સમસ્યા અને મોટી બીમારીઓમાં કઈ રીતે લાભદાયી છે તે પણ જાણવું જરૂરી બને છે. તો આજે જાણો શા માટે બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું એ એક હેલ્ધી ઓપ્શન છે. આ ફક્ત બોડીની ઇમ્યુનિટી વધારીને તેને બીમારીથી બચાવતું નથી, સાથે જ ગરમીના કારણે થતી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે.

image source

જાણો 1 ડુંગળીના 10 ફાયદા વિશે.

  • સ્પર્મ કાઉન્ટ
  • ડુંગળીના રસને મધની સાથે લેવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે.
  • હાર્ટ એટેકથી બચાવ
  • ડુંગળીમાંનું સલ્ફર બ્લડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચવામાં હેલ્પફૂલ છે.
  • સોજા થશે દૂર

    image source
  • ડુંગળીમાં ક્વર્સેટિન નામનું એન્ટી ઇન્ફેલેમેટરી ફ્લેવનોઇડ હોય છે. તેને ખાવાથી અને લગાવવાથી સોજા અને બળતરા દૂર થાય છે.
  • એન્ટી બેક્ટેરિયલ
  • ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ક્વોલિટી હોય છે. ડુંગળીનો રસ લગાવવાથી ઘા જલ્દી ઠીક થાય છે.
  • ગરમીથી બચાવ
  • ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી ગરમીના કારણે થતી તકલીફમાં રાહત મળે છે.
  • કેન્સરથી બચવામાં મદદ

    image source
  • ડુંગળીમાંનું ક્વર્સેટિન નામનું એન્ટી કેન્સર એજન્ટ બોડીમાંના કેન્સર સેલ્સને ખતમ કરે છે.
  • શુગર લેવલ બેલેન્સ
  • ડુંગળીમાં ક્રોમિયમ અને સલ્ફર જેવા મિનરલ્સ બ્લડ શુગર લેવલ બેલેન્સ કરીને ડાયાબિટીસથી બચાવે છે.
  • સારું ડાઇજેશન
  • ડુંગળી વાયુનાશક છે. તે ડાઇજેશન સારું કરે છે અને પેટની અનેક બીમારીથી બચાવે છે.

આર્થરાઇટિસમાં ફાયદો

image source

ડુંગળી વાયુનાશક છે. તેને રેગ્યુલર ખાવાથી અને તેનો રસ લગાવવાથી આર્થરાઇટિસની સમસ્યામાં ફાયદો થાય છે.

  • સીઝનલ બીમારીઓથી બચવામાં મદદ
  • બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારીને સીઝનલ બીમારીઓથી બચાવે છે.

જાણો ડુંગળીના રસના ફાયદા…

image source

ડુંગળીના રસથી બંધ નાક તરત જ ખુલી જશે જાણો આવા અન્ય ફાયદા

  • ડુંગળીના રસને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી એક્ને અને ખીલની સમસ્યાથી રાહત મળે છે.
  • ફાંસ કે કાંટો વાગે તો ત્યાં ડુંગળીનો રસ લગાવીને પટ્ટી બાંધવાથી તે સરળતાથી નીકળી જાય છે.
  • ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરીને ચાટવાથી કફની સમસ્યામાં જલદી રાહત મળે છે.
  • 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી- ખાંસી અને તાવમાં રાહત મળે છે.
  • વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. તેના ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત