આ ટિપ્સ ફોલો કરીને તમારા વાળને બચાવો પ્રદુષણથી..

લાંબા કાળા ઘટાદાર વાળ કોને ન ગમે પણ સતત વાળ ખરતા અટકાવવા મુશ્કેલ થઈ જાય છે. ફાટેલા છેડાવાળા, નિસ્તેજ તેમજ રૂક્ષવાળ થવા લાગે છે. વાળના મૂળમાં નુકશાન થતા વાળ ખરવા લાગે છે. તો આજે જાણો કેટલાક ઘરેલુ નુસખાઓ જેનાથી તમે તમારા વાળમાં ફરીથી નવી જાન લાવી શકશો, તમારા વાળને ચમકીલા, ઘટાડાર બનાવો.

image source

નારિયેળ તેલ ખુબજ ફાયદાકારક છે તે વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. વાળના મૂળમાં તેલનો ધીમે ધીમે મસાજ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે. તેલના માલીસથી વાળ ખરતા અટકી જાય છે. તમે ભુલથી પણ કોરા વાળમાં શેમ્પુનો ઉપયોગ ન કરો તેનાથી વાળ વધારે ખરવા લાગે છે. તેલ લગાવી એક કલાક બાદ વાળને ધોઈ લેવાથી વાળ સારા બની જશે. જો તમે નારિયેળ તેલની જગ્યાએ બદામનું તેલ વાપરશો તો પણ ખુબજ ફાયદો થશે. બદામમાં પોષણક્ષમ તત્વો હોવાથી વાળને મજબૂત કરે છે.આવો આ ઉપરાંત તમને જણાવીએ કે હાલમાં વધી રહેલા પ્રદૂષણથી તમારા વાળને કઇ રીતે બચાવવા…

image source

હવામાં ફેલાયેલ પ્રદુષણ માત્ર તમારી ત્વચાને જ નુકસાન નથી પહોંચાડતુ. એ તમારા વાળ પણ ખરાબ છે, તેથી જ્યારે પણ તમે બહારથી ફરીને આવો અને મુસાફરીથી પાછા આવ્યા પછી અથવા પાર્ટીમાં જઈને આવો, તો તમારા વાળમાં જામેલી ધૂળ-માટી અને ગંદગીને સાફ કરો. આમ કરવાથી તમારા વાળની આરોગ્ય માટે સારું.

આવો જાણીએ કે પ્રદુષણથી વાળને કંઈ રીતે બચાવી શકાય અને સ્વસ્થ રાખી શકાય છે.

1 વાળમાં જામેલી ગંદગી અને પ્રદુષણને દૂર કરવા માટે સૌથી પહેલા તો વાળમાં ખુબ જ સારી રીતે શેમ્પૂથી ધોઈ લો. આનાથી તમારા માથાની સપાટી પણ તારોતાજા થઇ જાય છે. શેમ્પૂ કર્યા પછી વાળમાં કંડિશનરનો ઉપયોગ કરવો, જેનાથી વાળ મુલાયમ થઇ જાય.

image source

2 શેમ્પૂ કરવા માટે ૨-૩ દિવસ પછી વાળમાં તેલથી ચમ્પી કરો. ચમ્પી કરવા માટે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકાય છે. પણ એ વાત ધ્યાનમાં રાખો કે તેલ નાખતા સમયે માથું વધુ ગંદગી ના જામી હોય અથવા તો તેલ વાળની ગંદગીમાં ફેલાય છે અને તમારા માથામાં કોઈ ફાયદો નથી હોતો.

image source

3 વાળના સ્વાસ્થ્ય રાખવા માટે મહિનામાં ઓછામાં ઓછી 2 વાર હેયર માસ્ક બરાબર લગાવો. આમ કરવાથી વાળને રૂખા થવાથી બચાવશે. તમે ઈચ્છો તો ઘર પર પણ હેયર માસ્ક બનાવી શકો છો.

image source

4 બહાર જતી વખતે વાળનેપ્રદુષણથી બચાવા માટે સ્કાર્ફ પણ પહેરવું.

આ ઉપરાંત આંબળામાં વિટામીનની માત્રા ભરપુર હોવાથી વાળને ચમકીલા બનાવે છે. આંબળામાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટરીઅલ તેમજ એન્ટીઓક્સીડન્ટની પ્રોપર્ટી ભરપુર માત્રામાં હોય છે. જેનાથી ડેન્ડ્રફ, સ્ક્લ્પમાં ખંજવાણ જેવી સમસ્યાને નીવારી શકાય છે. સ્કેલ્પને સાફ રાખવામાં આંબળા ફાયદાકારક છે. વાળ મજબૂત થતાની સાથે ચમકીલા બને છે.

image source

પોતાની ઔષધીય ગુણોથી જાણીતો લીમડો ખુબજ અસરદાર છે. વાળની તમામ સમસ્યાઓથી તે સરળતાથી અસર કરે છે. લીંબડાના પાંદને પેસ્ટ કરી માથામાં લગાવવાથી વાળ મજબૂત બને છે. લીંમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળ મજબુત ચમકીલા બને છે. અઠવાડિયામાં બે વાર આ ઉપાય ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,