કાન વિંધ્યા બાદ કાણું થઇ ગયું છે મોટું? તો અજમાવો આ સરળ ઘરેલુ ઉપાયો

આજકાલ સૌથી વધારે કાનના ઝુમકા અને એરિંગનો વધુ પડતો શોખ હોય છે. લોકો સુંદર દેખાવા માટે પોતાની જાત સાથે કેટલીક પ્રકારના એકસપેરીમેંટ કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે, સ્ત્રીઓને ઘરેણાનો ખુબ જ શોખ હોય છે અને તેમા પણ આ કાનના ઝૂમકા પહેરવા માટે તે કાનમાં છિદ્ર પણ કરાવે છે.

image source

કેટલીક વાર એવુ પણ બનતુ હોય છે કે, વધારે લાંબા-લાંબા ઝુમકા પહેરવાના કારણે કાનનું કાણું મોટું થઈ જાય છે. ખરેખર જો આવી રીતે તમારા કાનનું કાણું પણ મોટુ થઈ ગયુ છે, તો તમારે ગભરાવાની જરાપણ જરૂર નથી. કારણકે, આજે અમે તમને એક એવી રીત બતાવીશું. જેનાથી તમે સરળતાથી આ સમસ્મયામાંથી મુક્તિ મેળવી શકો. ફક્ત એટલુ જ નહિ આ રીતને આજમાવ્યા પછી તમારા કાનના આ છિદ્ર એકદમ સરસ થઈ જશે.

image source

વર્તમાન સમયમાં તમને જણાવી દઈએ કે, ફક્ત છોકરીઓ જ નહિ પરંતુ, છોકરાઓ પણ કોઈ વસ્તુ કાનમાં પહેરતા રહેતા હોય છે. આ જમાનો એટલો બદલાય ગયો છે કે ફેશનના બાબતમા છોકરાઓ પણ આગળ વધવા લાગ્યા છે. આ ઉપાયો અજમાવવાથી તમારે કોઈપણ પ્રકારની પીડાનો અનુભવ કરવો પડશે નહિ.

image source

પરંતુ, કેટલીકવાર આ મોટા મોટા ઝુમકા કાનના છિદ્રને વધારે મોટુ કરી દેતા હોય છે. જેના કારણે કાનને ખુબ જ વધારે હાની પહોંચે છે. ફક્ત એટલુ જ નહિ તેના સિવાય જ્યારે તમે ફરી વાર ઝૂમકા પહેરો છો તો ઝૂમકા બરાબર રીતે પહેરતા પણ તકલીફ પડે છે. આજ કારણ છે કે સીધા સીધા શબ્દોમાં જો કહેવાય તો કાનના છિદ્ર મોટા થયા પછી તેને ઓછા કરવા ખૂબ જ આવશ્યક છે. કારણકે, જોવામાં પણ ખૂબ જ ખરાબ લાગે છે.

image source

ખાસ તમારે આ સમયે ઘણી વાતોનુ ધ્યાન રાખવાનુ છે. જેમકે, જો તમે લાંબા અને વજનદાર ઝૂમકા પહેરો છો, તો આ માટે કોઈ ટેકો જરૂર રાખો. જયારે તમે કપડા બદલો છો ત્યારે એ વાતનુ ધ્મોયાન રાખવુ કે, મોટી બુટ્ટી કે લટકણવાળા ઝુમકાને પહેલા ઉતારી લેવા અને ત્યારબાદ જ કપડા બદલવા. કોઈપણ વજનવાળા અને લાંબા ઝુમકાને લાંબો સમય સુધી પહેરી ના રાખવા કારણકે, તેનાથી કાનના છિદ્ર મોટા થઇ શકે છે. જો તમને મોટી બુટ્ટી ધરાવતા લટકણ પહેરવાનો શોખ હોય તો ઓછા વજન વાળા પહેરો. આ સિવાય રાત્રે સૂતી વખતે બુટ્ટી ના પહેરો.જો તમે ખુદ કાળજી રાખશો તો છિદ્ર મોટું થશે નહીં.

image source

આજે અમે તમને રીત બતાવીશુ. જેનાથી તમે કાનના છિદ્રને સરળતાથી નાનુ કરી શકો છો. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે કાનના નીચે ડોકટરટેપ લગાવી લો. તમારે ડોકટર ટેપને કંઇક આ રીતે લગાવવાની છે. કારણકે, તે એકવાર લગાવ્યા બાદ સરળતાથી નીકળી ના શકે. ત્યારબાદ કાનના છિદ્રને પૂરી રીતે ટૂથપેસ્ટથી ભરી દો.

image source

આ નુસ્ખો અજમાવતા પહેલા કાનને બહારની તરફથી યોગ્ય રીતે સાફ કરી લો. કાનમાં આખી રાત સુધી ટૂથપેસ્ટ ભરેલી રાખવાની છે. ત્યારબાદ સવારમાં તેને પાણીથી સાફ કરી લો, આની સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે કાન પર ટૂથપેસ્ટ લગાવવાથી કાનની ત્વચા ખરબચડી થઈ જાય છે માટે કાન પર જ્યાં તમે ટૂથપેસ્ટ લગાવી હોય ત્યાં લોશન લગાવવાનું ન ભૂલો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,