આ 5 ટેવ તમારા શરીર માટે બને છે ઘાતક, કરો ઇગ્નોર અને રહો હંમેશા તંદુરસ્ત

આ પાંચ વસ્તુ તમારા શરીર માટે ખૂબ જ ઘાતક, જો આટલું અવગણશો તો હંમેશા રહેશો તંદુરસ્ત.

તમારા શરીરની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે અમુક પ્રકારના વીટામીન અને ખનીજોની ખૂબ જ જરૂર હોય છે.

દુનિયાનો દરેક વ્યક્તિ એવું જ વિચારે છે કે, પોતે સારૂ ડાયટ લે અને સ્વસ્થ્ય રહે. અને એ માટે ઘણીવાર લોકો સોશિયલ મીડિયામાં આવતા ડાયટ પ્લાનને ફોલો કરવાનું શરૂ કરી દે છે. આ સિવાય કેટલીક વખત જાણકારી ન હોવાના કારણે પણ લોકો ખોટુ ખાન-પાન શરૂ કરી દે છે. જેનું માઠું પરિણામ તેમને ભોગવવું પડે છે. તો આજે જોઈએ આપણે એવી કેટલીક વસ્તુ, જેનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ આ શરીર માટે ખૂબ ઘાતક માનવામાં આવે છે.

સ્વીટ (ગળી) વસ્તુઓ

image source

જો તમે સ્વીટ વસ્તુઓ ખાઈ રહ્યા છો તો તેને જેમ બને એમ જલ્દી બંધ કરી દો. નહિ તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકશાન થશે.. કેમ કે, આર્ટિફિશિયલ સ્વીટનર અનેક પ્રકારની હેલ્થ સમસ્યાનું કારણ બને છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ડાયટ સોડા પીવે છે, તેમની ભૂખ વધારે વધી જાય છે. જેના કારણે આવા લોકો વધારે કેલરીવાળુ ભોજન લેવા લાગે છે. જેના કારણે લોકોનું બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) વધી જાય છે. જો તમે પાણીને થોડુ સ્વીટ બનાવી પીવા માંગો છો તો તમે તેમાં રસબરી, કાકડીનું પાણી, ફૂદીના અથવા લીંબુનું પાણી જેવી વસ્તુ ભેળવી શકો છો

વધારે પડતી ઊંઘ

image source

આજની ભાગદોડ ભર્યા જીવનમાં વિકએન્ડમાં મોડે સુધી ઊંઘવાનું બધા જ પસંદ કરતાં હોય છે. પણ શું તમને ખબર છે કે, વિકેન્ડમાં વધારે ઊંઘવાથી તમારા સ્વાસ્થ્ય પર વધારે ખરાબ અસર પડે છે. વિકએન્ડમાં 10થી 12 કલાકની ઊંઘ તમારી બોડી ક્લોકને ખલેલ પહોંચાડે છે. જેના કારણે તમને કામ કરવામાં વધારે તકલીફ થઈ શકે છે. તેના કારણે તમારે ધ્યાન કરવામાં પણ તકલીફ થાય છે. જેથી વિકએન્ડમાં પણ વીકડેની જેમ જ 7થી 8 કલાક જ ઊંઘવું જોઈએ.

રેડ વાઈનનું વધારે પડતું સેવન

image source

રેડ વાઈન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં પોલીફેનોલ્સ નામના એન્ટીઓક્સિડેન્ટ રહેલા હોય છે, જે તમારા હૃદય માટે ખૂબ જ લાભદાયી હોય છે. પરંતુ જરૂર કરતા વધારે સેવન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. અત્યાર સુધીમાં કોઈ પણ એવું રિસર્ચ નથી કે જેમાં રેડ વાઈન પીવાથી સ્વાસ્થ્યને લાભ વિશે જણાવ્યું હોય. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, રેડ વાઈનનો વધારે માત્રામાં સેવન કરવાથી હૃદય રોગ, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને કેટલાક પ્રકારના કેન્સરનું પણ જોખમ વધી જાય છે.

કાર્બોહાઈડ્રેટનું સેવન ન કરવું જોઈએ

image source

કાર્બોહાઈડ્રેટ એવું પોષક તત્વ છે જે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. તેની સાથે તે તમારી માંસપેશીઓ અને મસ્તિકના ઈંધણનું કામ કરે છે. જેથી કીટો ડાઈટને અપનાવવું અને કાર્બોહાઈડ્રેટને પોતાના ડાયટમાંથી હંમેશા માટે હટાવી દેવું પણ તમારા સ્વાસ્થ્ય માટે સારૂ નથી હોતું. જેથી તમારે તમારા આહારમાં સિમીત માત્રામાં કાર્બોહાઈડ્રેટનું સેવન ચોક્કસ કરવું જોઈએ.

માત્ર સપ્લીમેન્ટના આધારે રહેવું.

image source

તમારા શરીરને સારી રીતે કામ કરતું રાખવા માટે અમુક પ્રકારના વીટામીન અને ખનીજોની જરૂર હોય છે. જેથી દવાઓ અને સપ્લીમેન્ટ દ્વારા તેને પ્રાપ્ત કરવા ખૂબ જ સરળ હોય છે, પરંતુ તેનું સેવન લાંબા સમય માટે સારૂ નથી હોતું. જેથી તેના પર નિર્ભર રહેવાને બદલે સારો અને હેલ્દી આહાર લેતા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,