નાક બંધ થઇ ગયુ છે? તો ઘરે જ અપનાવો આ 5 ઉપાયો અને મેળવો રાહત

શિયાળાની શરૂઆત અથવા ઠંડીનો માહોલ સર્જાતા જ નાક બંધ થવું, ગાળામાં દુખાવો અને ઉધરસ જેવી સમસ્યાઓ થવાની શરુ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળતા હોય છે અને ઘરમાં પડેલી દુખાવની દવાઓ જ લઇ લેતા હોય છે. જો કે આ પ્રકારની દવાઓના વધારે પડતા ઉપયોગથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.

image source

આમ આ પ્રકારની સામાન્ય તકલીફોમાં આપણે ભારે દવાઓના ઉપયોગને ટાળીને ઘરઘથ્થુ અને આયુર્વેદિક ઉપાયોને જ અનુસરવું જોઈએ. તો આજે અમે આપને આવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે આપશે શરદીથી રાહત.

ગરમ પાણીનું સેવન કરવું જોઈએ

image source

શરદીના મોટા ભાગના કિસ્સાઓમાં ગરમ પાણીથી લાભ મળે છે. બંધ નાક અને ગળામાં સમસ્યા હોય તો ગરમ પાણી પીવાથી રાહત રહે છે. પાણીને હુંફાળું ગરમ કરીને પણ પી શકાય છે. જો આ પાણી પીવું ન ગમે તો આદુનો ઉકાળો, કાળી ચા અથવા ઉકાળો બનાવીને પણ એનો ઉપયોગ કરી શકાય છે.

મરી પાવડર અને મધ

આજકાલના સમયમાં પ્રદુષણ અને આ શરદી જેના કારણે નાક બંધ થઇ જતું હોય છે. આવા સમયે મરીનો પાવડર અને મધનું મિશ્રણ એક ઉત્તમ ઔષધ ગણાય છે. એક મોટી ચમચી મધમાં ૨ કે ત્રણ ચપટી મરીના પાવડરને ઉમેરીને રાત્રે સુતા પહેલા લેવાથી રાહત રહે છે. આ મિશ્રણને ધીરે ધીરે ચાટવા કરતા એક સાથે ખાઈ લેવું વધુ હિતાવહ છે.

ગરમ ભાપ લેવાથી રાહત રહે છે

image source

બંધ નાક અને ખરાબ ગળાને રાહત આપવા માટે ગરમ પાણીમાં વિક્સ ઉમેરી અને એ ગરમ પાણીની ભાપ લેવાથી પણ શરદીમાં રાહત મળે છે. આ પાણીમાં વિકસ ઉમેરવાથી લાભ થાય છે, જો કે એકલા ગરમ પાણીની ભાપ લેવાથી પણ રાહત મળે છે.

લસણ શરદી માટે ઉપયોગી

image source

શરદીથી બચવા માટે લસણનું સેવન ખાસ કરવું. દિવસમાં એકવાર લસણની કળીને કાચી ખાઈ જવાથી પણ રાહત મળે છે. જો કાચી ન ખાઈ શકાય એમ ન હોય તો દાળ અને શાકમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જો કે શરદી ન હોય ત્યારે પણ શિયાળામાં લસણની ચટણીનું સેવન કરવાથી લાભ થાય છે.

દૂધમાં આદૂ અથવા હળદર

image source

શરદી થઈ હોય તો ગરમ દૂધમાં આદુ ઉમેરી તેનું સેવન કરવાથી રહત મળે છે. જો કે શરદી સામે રક્ષણ મેળવવા માટે આદૂ અને હળદર બંનેનો ઉપયોગ કરી શકાય છે. નિયમિત રૂપે હળદળ વાળું દૂધ પીવાથી પણ રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત