ભારતી પછી વધુ એક એક્ટરના ઘરે ગુંજી કિલકારી, સોશિયલ મીડિયા પર ફેન્સને આપી ખુશખબર

એક્ટર ગુરમીત ચૌધરીના ઘરમાં કિલકારી ગુંજી છે. દેબીનાએ 3 એપ્રિલે એક પુત્રીને જન્મ આપ્યો હતો. ગુરમીતે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખુશખબર ખૂબ જ સુંદર રીતે આપી હતી. અભિનેતાનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 3 એપ્રિલના રોજ ભારતી સિંહે પણ એક પુત્રને જન્મ આપ્યો હતો. જે બાદ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary)

દેબીનાએ દીકરીને જન્મ આપ્યો

ગુરમીત ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ત્રણ હાથ જોવા મળી રહ્યા છે. પહેલા ગુરમીતનો હાથ ખુલે છે, પછી દેબીના હાથ ખોલે છે અને અંતે એક બાળકનો હાથ દેખાય છે. ગુરમીત ચૌધરીએ શેર કરેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને ગુરમીતની આ ખુશખબર આપવાની સ્ટાઈલ પસંદ આવી રહી છે.