હાર્દિક પટેલનો ભગવો અવતાર! પોતાને રામભક્ત ગણાવ્યા બાદ હવે વોટ્સએપ બાયોમાંથી કોંગ્રેસ ગાયબ

 

હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા જઈ રહ્યો છે? વોટ્સએપ પર પોસ્ટ કરાયેલા તેના નવા ફોટાને લઈને અટકળોએ જોર પકડ્યું છે. વોટ્સએપના નવા ડીપી (ડિસ્પ્લે પિક્ચર)માં હાર્દિક પટેલ કેસરી ગમછામાં જોવા મળે છે. હાર્દિક પટેલે વોટ્સએપ અને ટેલિગ્રામનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે.

હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત તેણે ખુલ્લેઆમ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી.

image source

આજતક સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ રાજ્યના નેતૃત્વ સાથે છે.

હાર્દિક પટેલે વોટ્સએપ અને ટેલિગ્રામનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે

image source

પોતાને રામ ભક્ત કહ્યા

હાર્દિક પટેલે ગયા અઠવાડિયે જ પોતાને રામભક્ત ગણાવ્યા હતા. પોતાને રામભક્ત ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે મને હિન્દુ હોવાનો ગર્વ છે. હાર્દિક પટેલે તેના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવદ ગીતાનું વિતરણ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમે હિંદુ ધર્મના છીએ અને અમને હિંદુ હોવાનો ખૂબ ગર્વ છે.

આ પછી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પણ હાર્દિક પટેલના વખાણ કર્યા હતા. જેના કારણે હાર્દિકના ભાજપમાં જવાની અટકળોએ જોર પકડ્યું હતું.