હાથમાં તિરંગો લઈને રાજસ્થાનથી પગપાળા મુંબઈ જવા રવાના થયો આ વ્યક્તિ, મુકેશ અંબાણીને મળવાની ઈચ્છા, જાણો કેમ

ભણતર પૂરું થયા પછી દરેક યુવક વિચારે છે કે તેને હવે રોજગાર મળવો જોઈએ, પરંતુ 135 કરોડની વસ્તીવાળા દેશમાં દરેક શિક્ષિત યુવકને રોજગાર મળે એ જરૂરી નથી. દેશમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. ઘણી વખત દેશમાં શિક્ષિત યુવાનોને રોજગાર માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. એક યુવક પોતાના રાજ્ય રાજસ્થાનમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવાની માંગણી સાથે રાજસ્થાનથી પગપાળા મુંબઈ જવા રવાના થયો છે. તેમની ઈચ્છા દેશ અને દુનિયાના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળવાની છે. મુકેશ અંબાણીને મળીને તેઓ મુકેશ અંબાણીને પોતાના માટે રોજગાર આપવા અને તેમના રાજ્ય રાજસ્થાનમાં ફેક્ટરી સ્થાપવાની વિનંતી કરવા માંગે છે.

image source

હાથમાં તિરંગો લઈને મુંબઈની સડકો પર ચાલી રહેલ મનોજ વ્યાસ નામનો યુવક રાજસ્થાનના ભીલવાડાનો રહેવાસી છે. મનોજ 11 માર્ચથી રાજસ્થાનથી મુંબઈની પદયાત્રા પર નીકળ્યો છે. પદ યાત્રા પાછળની ઈચ્છા રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીને મળવાની છે. મનોજે વાતચીતમાં જણાવ્યું કે રાજસ્થાનના ભીલવાડા વિસ્તારમાં બેરોજગારી મોટી સમસ્યા છે. તેઓ મુકેશ અંબાણીને મળશે અને માંગ કરશે કે તેમના વિસ્તારમાં બંધ પડેલી ફેક્ટરી શરૂ કરીને અથવા ત્યાં રિલાયન્સ કંપની શરૂ કરીને યુવાનોને રોજગાર આપો.

image source

જો આમ થશે તો ત્યાંના લોકોને તેમના વિસ્તારમાં રોજગાર મળી શકશે. તેમને અન્ય રાજ્યોમાં જવું પડશે નહીં. મનોજે જણાવ્યું કે તે એક દિવસમાં 20 થી 25 કિલોમીટર દરરોજ ચાલે છે. રાત્રે તેઓ રસ્તાના કિનારે કે ઢાબા પર આરામ કરે છે. મનોજે 11 માર્ચથી અત્યાર સુધીમાં 1150 કિમી ચાલ્યા છે. તેમણે કહ્યું કે તેમને પૂરી આશા છે કે મુકેશ અંબાણી મોટા દિલના વ્યક્તિ છે, તેઓ તેમને મળશે અને તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને તેમની તપસ્યા ફળશે. મુકેશ અંબાણીને મળવાની મનોજની ઈચ્છા પૂરી થશે, એ તો સમય જ કહેશે.