હે ભગવાન આ બધું ચારેબાજુ શું થઈ રહ્યું છે, યુદ્ધની બુમરાણ વચ્ચે હવે આ દેશમાં મોટો બ્લાસ્ટ, કેટલાય લોકોના મોત

રશિયા અને યુક્રેનના યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધના કેટલાય લોકોના જીવ ગયા છે, તો કેટલાય લોકો ઘાયલ થયા છે, પણ આ યુદ્ધ શાંત થવાનું નામ નથી લેતું. આ યુદ્ધનો અંજામ શું હશે, એ કોઈને જાણ નથી. લોકોનો ડર દિવસે ને દિવસે વધી રહ્યો છે. બાળકો, યુવાનો અથવા વૃદ્ધો દરેક લોકોને એટલો જ વિચાર આવે છે કે ક્યાં સુધી ડરીને રહેવું પડશે. સામાન્ય જીવન ફરી ક્યારે શરુ થશે ? પરંતુ આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પરંતુ અત્યારે રશિયા-યુક્રેન સિવાય અન્ય એક દેશમાં પણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે, જે વિશે અમે તમને વિગતવાર જણાવીએ.

image source

અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાતમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. હેરાત પ્રાંતની રાજધાની PD12માં વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

હેરાત શહેરમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે અને 25 લોકો ઘાયલ થયા છે, રાજ્યના આરોગ્ય અધિકારીઓ કહે છે કે વિસ્ફોટકો રમતના મેદાનમાં દાટવામાં આવ્યા હતા અને કેટલાક લોકો ત્યાં રમી રહ્યા હતા, એક અહેવાલ અનુસાર ‘ હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. બોમ્બ વિસ્ફોટ હેરાત પ્રાંતની રાજધાની PD12 માં એક મિનિબસ સાથે અથડાયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં ઓછામાં ઓછી ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદથી દેશભરમાં અનેક હુમલા થયા છે, જેમાંથી કેટલાકની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (IS) દ્વારા લેવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરીમાં હેરાત શહેરમાં એક વિસ્ફોટમાં સાત લોકો માર્યા ગયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા.