વારંવાર એચકી આવવી તે પેટ, હૃદય, લીવર અને ફેફસાથી જોડાયેલી બીમારીઓનો સંકેત હોય શકે છે.

વારંવાર એચકી આવવી તે પેટ, હૃદય, લીવર અને ફેફસાથી જોડાયેલી બીમારીઓનો સંકેત હોય શકે છે., હેડકી હવે જ્યારે પણ હેરાન કરે તો કરો એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદિક ઉપચાર…

ફેફસાની નીચેના ભાગને ડાયફ્રામ કહે છે. જે પેટથી ફેફસાને અલગ કરે છે. આ ભાગમાં કોઈ પ્રકારનો અવરોધ કે ગડબડ થવાથી અચાનકથી વધારે હવા બહાર નીકળવા લાગે છે જેને એચકી કહે છે.

કારણ:

વધારે મરચું-મસાલાવાળું ખાવાનું ખાવાથી પેટમાં એસીડીટી થાય છે. જેનાથી ડાયફ્રામ પ્રભાવિત થાય છે અને એચકી આવે છે. ઉત્સાહ, તણાવ, તાપમાનમાં ફેરફાર, વધારે ચિંગમ ચાવવાથી, કેન્ડી ખાવાથી, હ્રદયરોગો અને લીવરમાં સોજો આવવાથી એચકી આવે છે.

સમસ્યા:

વારંવાર એચકી આવવીએ, પેટ, હૃદય, લીવર અને ફેફસાથી જોડાયેલી બીમારીઓના સંકેત હોય શકે છે. વધારે એચકી આવવાથી ખાવામાં, પીવામાં, સુવામાં, બોલવામાં તો તકલીફ થાય જ છે સાથે જ સર્જરી પછી જખમને રૂઝાવામાં પણ ઘણી તકલીફ પડે છે.

એલોપથી:

સૌથી પહેલા ઠંડુ પાણી કે ઠંડુ દૂધ પીવું અને ઊંડા શ્વાસ લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે એનાથી પણ કોઈ ફરક નથી પડતો તો તેના માટે દવા આપવામાં આવે છે.

તો પણ રોજ એચકી આવે તો ડોકટરને પોતાની તકલીફ વિશે વિસ્તારથી જણાવવું જેમ કે, એચકી ક્યારથી આવે છે, ક્યારે વધારે આવે છે, ક્યારે ઓછી આવે છે, તમે કઈ કઈ દવા લઈ ચૂક્યા છો, ગળામાં દુખાવો, ગળામાં સોજો કે ખારાશ છે કે નહીં, બોલતી વખતે તકલીફ પડે છે કે નહીં, પેટમાં દુખાવો, છાતી માં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે નહીં. ત્યારપછી ડોકટર પેટની સોનોગ્રાફી, હાર્ટ ચેકઅપ માટે ECG, પેટ માટે ગેસ્ટ્રોસ્કોપી કે એન્ડોસ્કોપી, અને છાતી માટે એક્ષરે વગેરે કરાવશે. ખામી ખબર પડવા પર તે પ્રમાણે ઈલાજ કરવામાં આવે છે.

હોમિયોપથી:

આ રોગ માટે નક્સ વોમિકા ૩૦, મેગાફોસ ૩૦ અને કાજુપુટમ દવાઓ આપવામાં આવે છે. આ દવાને દિવસમાં ૩થી ૪ વાર લેવાની હોય છે. પરંતુ ઈલાજ દરમિયાન તીખું મસાલાવાળું ખાવાની સખત મનાઈ હોઇ છે અને તણાવમુકત રહેવું.

આયુર્વેદ:

ગુંદાની ચટણી દિવસમાં ત્રણવાર ચાટવાથી એચકી આવવી બંધ થઈ જાય છે. હરડેના ચૂર્ણને ૧થી ૨ ગ્રામ ફાકવું અથવા ગોળ અને સૂંઠની ગોળી બનાવીને ચૂસવાથી એચકીમાં આરામ મળશે. ૧૨૫ ગ્રામ નારિયેળની જટાની રાખમાં એટલી જ નવસાર ભેળવીને દિવસમાં ૪ વાર ચાટવી એચકી બંધ થઈ જશે. ૧ ગ્રામ કૂટકી ચૂર્ણમાં ૫૦૦ મિલિગ્રામ સ્વર્ણ જારીક ભેળવીને દિવસમાં ત્રણવાર ખાવાથી એચકી બંધ થઈ જશે. ૨ ઘૂંટ પાણી પીને થોડીવાર શ્વાસ રોકવાથી પણ એચકી બંધ થઈ જશે.