કેદારનાથમાં જ્યાં જુઓ ત્યાં કિલોમીટર સુધી યાત્રીઓની લાંબી લાઈનો, લાઈટ નથી તો બધા હેરાન પરેશાન

ઉત્તરાખંડમાં બાબા કેદારનાથના દ્વાર ખુલતાની સાથે જ દર્શન માટે ભક્તોનો ભારે ધસારો ઉમટી પડ્યો છે. કેદારનાથ ધામમાં આટલો આસ્થાનો પ્રવાહ અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. બાબા કેદારના દર્શન માટે ભક્તોની રેકોર્ડ બ્રેક ભીડ ઉમટી રહી છે.

image source

દર્શન માટે એટલી ભીડ છે કે લગભગ 3 કિલોમીટર દૂર સુધી ધામમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ભક્તો દર્શન કરી શકતા નથી.

લાંબી લાઈનો ઉપરાંત યાત્રાધામો પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. કેદારનાથ મંદિર પરિસરથી હેલીપેડ સુધી લોકોની લાઈન લાગી છે. કેદારનાથ દુર્ઘટના બાદ ધામમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2019 માં, 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારની મુલાકાત લીધી હતી, ત્યારબાદ કોરોના રોગચાળાએ બે વર્ષ સુધી યાત્રામાં વિક્ષેપ પાડ્યો હતો.

image source

પરંતુ આ વખતે જ્યારે ભક્તો માટે બાબાના દરવાજા ફરી ખુલ્યા છે, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જશે અને તે પણ જોવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસમાં કેદારનાથ યાત્રાએ લગભગ બે લાખનો આંકડો પાર કરી લીધો છે.

8 મે, રવિવારના રોજ સોનપ્રયાગ અને કેદારનાથ ધામની જે તસવીરો સામે આવી છે તે જોઈને લાગે છે કે ભક્તોની બાબામાં અતૂટ શ્રદ્ધા છે.