હવે સલમાન ખાનને થઈ શકે છે પાકકે પાયે જેલ, પાડોશીના હાથમાં આવ્યા મોટા સબૂત, કોઈ વિશ્વાસ પણ નહીં કરી શકે

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના સંબંધો ઘણા જૂના વિવાદોથી ઘેરાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અભિનેતાનું નામ ઘણા વિવાદો સાથે જોડાયેલું છે. હાલમાં જ સલમાન ખાનના પાડોશી કેતન કક્કડ એ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પછી સલમાન ખાન પણ પાડોશીને જવાબ આપતા જોવા મળ્યો હતો. ઈમેજ ખરાબ કરવા બદલ અભિનેતાએ પાડોશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ આ મામલે સલમાન ખાનને રાહત મળે તેવું લાગતું નથી. તાજેતરની માહિતી અનુસાર, મુંબઈની અદાલત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેતન કક્કડ પાસેના પુરાવા સાચા છે.

image source

જણાવી દઈએ કે કેતન કક્કડ એનઆરઆઈ છે અને તેનું ઘર સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની બાજુમાં છે. કેતને તેની યુટ્યુબ ચેનલ પર સલમાન ખાન પર નિશાન સાધ્યું હતું. તેણે સલમાન ખાનના ફાર્મહાઉસ વિશે એવી ઘણી વાતો કહી હતી, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.

આ કેસમાં સલમાન ખાનના વકીલ પ્રદીપ ગાંધીનો પક્ષ પણ સામે આવ્યો છે. અભિનેતાના વકીલનું કહેવું છે કે કેતન કક્કડ એ સલમાન ખાનના ફાર્મહાઉસની બાજુમાં જમીન લેવાનો પ્રયાસ કર્યો હતો. જમીનના વ્યવહારો ગેરકાયદેસર હોવાથી વારંવાર રદ કરવામાં આવ્યા હતા. આ કેસ પછી કેતન કક્કડ એ સલમાન ખાન અને તેના પરિવાર પર ખોટા આરોપો લગાવવાનું શરૂ કર્યું.

image source

કેતન કક્કડના વકીલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેતન નિવૃત્તિ પછી અહીં રહેવા માંગતો હતો. તેણે વર્ષ 1996માં જમીન લીધી હતી. વકીલનો દાવો છે કે છેલ્લા 7-8 વર્ષથી સલમાન અને તેનો પરિવાર કેતનની જમીન પર પોતાનો હક દાવો કરી રહ્યા છે.