ગર્ભાવસ્થા સમયે બહુ થાય છે કમરનો દુખાવો? તો કરો આ નાનકડુ કામ અને મેળવો આ સમસ્યામાંથી છૂટકારો

જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે,ત્યારે તેને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ખાસ કરીને,કમરનો દુખાવો એ એક મોટી સમસ્યા છે જે દરેક સ્ત્રીને હોય જ છે.આવી સ્થિતિમાં થોડીક વધારે કાળજી લેવી જરૂરી છે.આ માટે અમે તમને થોડી ટિપ્સ જણાવીશું,જે તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે.તો ચાલો જાણીએ તે ટિપ્સ વિશે.

-કમરનો દુખાવો દૂર કરવા માટે તમારે કેવી રીતે ચાલવું,બેસવું,સૂવું,ઉઠવું વગેરે જેવા કાર્યો પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.ખાસ કરીને,કમરનો દુખાવો દૂર કરવા માટે તમારે રાત્રે સુતા સમયે આખી રાત સીધું ન સૂવું જોઈએ.જો તમે આખી રાત સીધા સુતા રેહશો,તો તમારા કમરમાં દુખાવો રહેશે જ.

image source

-આ સમય દરમિયાન,જો કમરમાં દુખાવો થાય છે,તો ગરમ તેલ અથવા મલમથી મસાજ કરવાથી ફાયદો થશે.તેલ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે,જેનાથી સ્નાયુઓમાં કોઈ ખેંચાણ અને દુખાવો થતો નથી.

-ગર્ભાવસ્થા દરમિયાન તમારા ઘૂંટણની નીચે ઓશીકું રાખીને સૂઈ જાઓ.તમે તમારા ઘૂંટણની નીચે ઓશીકું રાખી સુવાથી પીઠનો દુખાવો દૂર થાય છે.
જાણો ગર્ભાવસ્થાના સમય પર કમરનો દુખાવો દૂર કરવા માટે તમારા ડાઈટ પ્લાનમાં કઈ ચીજોનો સમાવેશ કરવો જોઈએ ?

ફળ અને શાકભાજી

image source

તમારા આહારમાં ઉચ્ચ ફાઇબર અને ઘાટા રંગના ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.જો ગર્ભાવસ્થામાં કબજિયાતની સમસ્યા હોય,તો તે પીઠનો દુખાવો વધુ થાય છે.તમારા આહારમાં ફાઇબરનો સમાવેશ કરવા લીલા શાકભાજી,ફળો અને આખા અનાજ ખાવા જરૂરી છે.

તમારા આહારમાં ગાજર,બીટ,શક્કરીયા,ચેરી,જાંબુ,દ્રાક્ષ,દાડમ અને તરબૂચનો સમાવેશ કરો.અહીં જણાવેલા ફાળો અને શાકભાજી પોષણથી ભરેલા છે અને તે શરીરમાં થતી બળતરાને દૂર કરીને કમરનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.

કેલ્શિયમ યુક્ત ખોરાક લો

image source

કેલ્શિયમ અને વિટામિન ડીના ખોરાક લેવાથી હાડકા મજબૂત થાય છે અને તે ઓસ્ટિઓપોરોસિસ જેવી સમસ્યા સામે રક્ષણ આપે છે.આ રીતે,આ બંને પોષક તત્વો કમરના દુખાવો દૂર કરવામાં મદદ કરશે.કેલ્શિયમ દહીં,દૂધ,પનીર અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે.જો તમને આહાર અથવા પ્રાકૃતિક સ્ત્રોતોમાંથી કેલ્શિયમ નથી મળી રહ્યું,તો તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

લસણ

image source

લસણ એક સુપરફૂડ જેવું કામ કરે છે અને લસણ ખાવાથી તમે કમરનો દુખાવો દૂર કરી શકો છો.લસણ ચેપ સામે લડવામાં,હૃદયને સ્વસ્થ રાખવામાં,રોગપ્રતિકારક શક્તિમાં સુધારવામાં અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે.બળતરા એ કમરના દુખાવાનું મુખ્ય કારણ છે અને લસણમાં બળતરા વિરોધી ગુણધર્મો છે.લસણ સંધિવા અને કમરના દુખાવામાં રાહત આપે છે.

કમરનો દુખાવો દૂર કરવા માટે તમે લસણની 3 થી 4 કળીઓ લો અને તેને મેશ કરો અને બાઉલમાં લસણની કળીઓનો રસ કાઢો.ત્યારબાદ આ રસમાં એક કપ પાણી અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને દિવસમાં બે વાર પીવો.તેના નિયમિત સેવનથી કમરના દુખાવામાં રાહત મળશે.

હળદર

image source

ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે હળદરમાં બળતરા ઘટાડવાની ક્ષમતા છે.હળદરમાં કરક્યુમીન નામનું તત્વ હોય છે જે બળતરા અને પીડા ઘટાડે છે.દૂધ અથવા પાણીમાં હળદર ઉકાળીને તમે હળદર પી શકો છો.આ સિવાય હળદરની પેસ્ટની મદદથી દરરોજ દસ થી પંદર મિનિટ સુધી કમર પર માલિશ કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે.

ઓમેગા -3 ફેટી એસિડ

image source

સંશોધનકારો કહે છે કે ઓમેગા 3 ફેટી એસિડ્સમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને તે કમર અને ગળાના દુખાવામાં અસરકારક છે.તેથી તમારા આહારમાં તમે અખરોટ,ડ્રાયફ્રુટ તથા લીલા શાકભાજીવાળા ખોરાકનો સમાવેશ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત