પ્રેગનન્સી રાખવી છે પણ નથી મળતુ રિઝલ્ટ? તો આજથી જ તમારા ડાયટમાં કરો આ આહાર સામેલ

કોઈ પણ સ્ત્રી માટે માતા બનવું એ ખૂબ જ આનંદમય લાગણીનો અનુભવ હોય છે,આખી દુનિયામાં આ સુખથી સ્ત્રી જેટલી ખુશ થાય છે,એ ખુશીની કલ્પના કરવી જ અશક્ય છે.માતા બનવું એ દરેક સ્ત્રીને સંપૂર્ણ બનાવે છે.પરંતુ જે મહિલાઓ માતા બની શકતી નથી,તેઓ પોતાને અપૂર્ણ માને છે.જો તમે પણ માતા બનવાની ઈચ્છો છો,તો તમારે તમારા આહાર પર નોંધપાત્ર ધ્યાન આપવું પડશે.તો ચાલો જાણીએ આહાર વિશે,જે તમારી અપૂર્ણ ઇચ્છાઓને પૂર્ણ કરવામાં મદદગાર છે.

ગર્ભધારણ કરવા માટે સૌ પ્રથમ તમારે ઓવ્યુલેશનની પ્રક્રિયાને વિભાવના માટે પહેલા સુધારવી જોઈએ.તમારે તમારા આહારમાં બદામનો સમાવેશ કરવો જોઈએ.બદામ ઝીંકથી સમૃદ્ધ હોય છે.ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓએ નિયમિત બદામનું સેવન કરવું જોઈએ.

image source

કોબીમાં ડિ ઇન્ડોલ મીથેન નામનું એક કેમિકલ હોય છે જે એસ્ટ્રોજન અને મેટાબોલિઝમ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ફાઇબ્રોઇડ્સ અને એન્ડોમેટ્રિઓસિસને બનતા અટકાવે છે.તેથી ગર્ભધારણ કરવા માટે કોબીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

જાણો ગર્ભાવસ્થા ધારણ કરવા માટે કઈ ચીજોનું સેવન ન કરવું જોઈએ.

1.બહાર મળતા જંક-ફૂડથી દૂર રહો.

image source

માત્ર જંક ફૂડ જ નહીં,પરંતુ બહાર મળતા કેટલાક સ્વસ્થ લગતા ખોરાક પણ તમારી ગર્ભાવસ્થા ધારણ કરવાની ક્ષમતામાં ઘટાડો કરી શકે છે.આમાં મેંદો,બિસ્કીટ,બ્રેડ વગેરેનો સમાવેશ થાય છે.ઉપરાંત,દહીં,પનીર અથવા આઇસક્રીમ કે જે ચરબી મુક્ત અથવા ઓછી ચરબી હોવાનો દાવો કરે છે.તેથી જરૂરી નિયમ એ છે કે જે પોષક તત્વોમાં ફ્રી સુગર,ઓછી ચરબી,ઉચ્ચ પ્રોટીન હોવાનો દાવો કરવામાં આવે છે,તેવા ખોરાકથી પણ દૂર રેહવું જરૂરી છે.

2. અથાણાં અને ચટણીને તમારા ખોરાકમાં ઉમેરો

image source

તમે હજી સુધી તેના વિશે વિચાર્યું ન હોય,પરંતુ તે જરૂરી છે.તમારા મુખ્ય ભોજનમાં રોજ અથાણું અથવા ચટણી ઉમેરો.આ વિટામિન બીની સાથે તંદુરસ્ત ચરબી પણ આપે છે,જે આપણા શરીર માટે જરૂરી છે.તેનો એક ફાયદો એ છે કે આપણું શરીર જાતે જ વિટામિન બી બનાવવાનું શરૂ કરે છે. તમે તમારા નાસ્તામાં અથવા ભોજનમાં પણ ચટણીનો સમાવેશ જરૂરથી કરો,પણ હા સાથે તે પણ ધ્યાનમાં રાખો કે ચટણી અને અથાણું ઘરે જ બનેલા હોવા જોઈએ.

3. ઘરે જ દહીં બનાવો

image source

ઘરે દહીં જણાવવું એ એક સ્વસ્થ ટેવ છે અથવા જો તમને દહીં જમાવટ નથી આવડતું તો તે માટે તમે ઓનલાઇન સર્ચ પણ કરી શકો છો,દહીં જમાવવું એકદમ સરળ છે.ઘરે જમાવેલું દહીં સારા બેક્ટેરિયા,આવશ્યક એમિનો એસિડ્સ અને વિટામિન બી પ્રદાન કરે છે જે તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.તેથી તમારે માર્કેટમાંથી દહીં લેવાનું ટાળવું જોઈએ.માર્કેટમાં મળતા પ્રોબાયોટિક દહીંનું ઘરે જમાવેલા દહીં સાથે કોઈ મુકાબલો થઈ જ ના શકે.

4.ઋતુ અનુસાર આહાર લેવો

image source

હંમેશા એક વાત યાદ રાખો કે મોલમાં મળતા ઋતુ વગરના ફળો અને શાકભાજીઓ તાજા નથી હતા,તેઓ આખા વર્ષનું સાથે સ્ટોર કરે છે અને જે વસ્તુઓ બગડી જાય છે તેને ફ્રોઝન કરે છે.તેથી આવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને તમારે ઋતુ અનુસાર મળતા ફળો અને શાકભાજી બજારમાંથી ખરીદીને ખાવા જોઈએ.કારણ કે બજારમાંથી મળતા ફળો અને શાકભાજી તમને દર વખતે ફ્રેશ મળશે અને સારો સ્વાદ આપશે.ઉપરાંત,તમે દરેક ઋતુ અનુસાર અલગ અલગ ખોરાકનો આનંદ માણશો.સારો આહાર આંતરડાના આરોગ્ય,પ્રોબાયોટિક બેક્ટેરિયા અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા માટે સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત