ઘરે બનાવો જાંબુમાંથી આ ફેસ માસ્ક, આ રીતે લગાવો ચહેરા પર, ખીલી ઉઠશે ત્વચા

જાંબુમાં વિટામિન સી હોય છે,જે ત્વચાનો ગ્લો વધારે છે.જાંબુની મદદથી તમે ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો.આ ત્વચાને સંપૂર્ણ સુંદર બનાવે છે. જાંબુની મદદથી તમે ઘરે ફેસ પેક બનાવી શકો છો,જેની મદદથી તમારા ચેહરા પરના ડાઘ,ખીલો દૂર થશે અને આંખો પરના કાળા કુંડાળા પણ જતા રહેશે. તમારી ત્વચા પણ ટાઈટ થશે.

image source

ઉનાળો આવતાની સાથે જ ત્વચા સાથે સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.જેની ત્વચા તૈલીય હોય છે,તેઓને પિમ્પલ્સ અને ડાઘ થવાની સમસ્યા હોય છે.તે જ સમયે,કેટલાક લોકોની ત્વચા શુષ્ક પણ હોય છે.જો તમે ઈચ્છો છો,તો તમે ઘરે કાળા જાંબુનો ઉપયોગ કરીને ત્વચાની તાણ ઘટાડી શકો છો.જાંબુ લોહીના શુદ્ધિકરણ માટે એજન્ટો તરીકે કામ કરે છે.તે ખીલ,ફોલ્લીઓ,શુષ્કતા અને અનિચ્છનીય ત્વચાના વિકાસને અટકાવે છે.

image source

જાંબુના ઉપયોગ દ્વારા લોહીની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે અને તમને તંદુરસ્ત,નરમ,ચળકતી અને સરળ ત્વચા મળી શકે છે.જાંબુને તમારા આહારમાં ઉમેરવા ઉપરાંત જાંબુનો ફેસ પેક પણ બનાવી શકો છો.જી હા,તમને જાણીને આશ્ચ્ર્ય થશે કે જાંબુ આટલા પ્રભાવશાળી હોય શકે ?તો જાણો અહીં જાંબુના ફેસપેક બનાવવાની રીત,જે તમારી ત્વચાની બધી સમસ્યાઓને એક ચપટીમાં જ દૂર કરશે.

જાંબુ અને મધનું ફેસ માસ્ક

image source

જાંબુ એક સારો એન્ટીઓકિસડન્ટ છે,તેમાં આયરન અને વિટામિન સી હોય છે,તેથી ત્વચાની લાઈટનિંગ માટે ખૂબ સારું છે.જાંબુના રસ સાથે એક ચમચી મધ મિક્સ કરીને તેનું એક ફેસ પેક બનાવો.તેને તમારી ત્વચા પર લગાવો અને 15 મિનિટ પછી તેને સારી રીતે ધોઈ લો.આ ફેસ પેક તમારી ત્વચાને સ્વચ્છ,ડિટોક્સ અને ગોરી બનાવશે.આ ઉપાય કરવાથી તમને તમારી ત્વચામાં ઘણો ફેર દેખાશે.

જાંબુ અને ગુલાબજળનું ફેસ માસ્ક

image source

જાંબુમાં એન્ટિઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ્સ હોય છે,જે તમારી ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ ગ્લો આપે છે.તે તૈલીય ત્વચાવાળા લોકો માટે અજાયબીઓનું કામ કરે છે.જાંબુના રસમાં થોડું ગુલાબજળ નાખી તેને ચણાના લોટમાં મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો.આ ત્વચાની છિદ્રાળુતા ઘટાડવામાં મદદ કરે છે.આ માસ્કનો નિયમિત ઉપયોગ કરી તમારી ત્વચાને તેલ મુક્ત બનાવો.આથી તમારી ત્વચામાં સુંદરતા પણ આવશે અને તમારો ચેહરો તમને સ્વસ્થ પણ લાગશે.

તૈલી ત્વચા માટે જાંબુનું ફેસ માસ્ક

image source

તૈલી ત્વચા માટે ફેસ માસ્ક બનાવવા માટેની રીત ,એક વાસણમાં જાંબુનો રસ લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ગુલાબજળ ઉમેરો આની એક જાડી પેસ્ટ તૈયાર કરો,આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી જ્યારે તે સુકાઈ જાય,પછી ચહેરો ધોઈ લો.આ ઉપાયથી તમારો ચેહરો ગ્લો કરશે.

આંખ માટે જાંબુનું ફેસ માસ્ક

image source

જાંબુમાં વિટામિન સી હોય છે,જે ત્વચાનો રંગ સુધારે છે.આ તમારી ત્વચા પરની ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે.જાંબુના બીનો પાવડર,બદામનું તેલ અને ચણાનો લોટ ઉમેરીને DIY ફેસ માસ્ક તૈયાર કરો.તેને ચહેરા પર લગાવો અને સુકાવા દો.ઓછામાં ઓછા એક મહિના સુધી આ ઉપાય કરો,તમે જોશો કે તમારી આંખો હેઠળના કાલા કુંડાળાઓ,તમારા ચેહરાની ફોલ્લીઓ અને ડાઘ દૂર થશે અને તમને એક સ્વસ્થ ત્વચા મળશે.

ખીલને દૂર કરવા માટે જાંબુનું ફેસ માસ્ક

image source

આ ફેસ માસ્ક બનાવવા માટે તમારે જાંબુને સૂકવી અને પછી તેને દલી એક બારીક પાવડર તૈયાર કરો.પેક બનાવવા માટે,જાંબુના પાવડરમાં તેમાં દૂધ ભેળવી લો અને તેને ચહેરા પર લગાવો.થોડા સમય પછી તેને ધોઈ લો. આ ઘરે બનાવેલા માસ્કનો નિયમિત ઉપયોગ કરો.તમે જોશો કે તમારા ચહેરા પરથી ધીમે ધીમે બધા ડાઘ અને ખીલ દૂર થઈ જશે અને આ ઉપાય તમારા ચેહરા પર આવતા નવા ખીલ રોકી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત