ઉંમરની અસર ચહેરા પર ના દેખાડવી હોય તો 30 વર્ષની ઉંમરમાં છોડી દો આદતો, હંમેશા દેખાશો જવાન

વૃદ્ધાવસ્થાની સાથે,તમારે તમારી ત્વચાની સંભાળ લેવાની પણ જરૂર છે. તમારી ત્વચા 30 વર્ષની ઉમર પછી નબળી પડવા લાગે છે.એટલા માટે એ જરૂરી છે કે તમે એ આદતો મૂકી દો,જે તમારી ત્વચા માટે ફાયદાકારક નથી.

શું તમારી ઉમર 30 વર્ષની ઉપરની છો? જો હા,તો ત્વચાની સંભાળને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતોને યોગ્ય રીતે જાણો.કારણ કે અત્યારની ઉંમરે તમારે તમારી ત્વચાની સંભાળ રાખવી એ નાની ઉંમરે સંભાળ રાખતા તેનાથી વધુ જરૂરી છે

image source

ઓફીસ અને ઘરની જવાબદારીઓ સંભાળતી છોકરીઓ ઘણી વાર તંગ હોય છે.અને તણાવ એ આપણી ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે.તણાવને લીધે,આપણી ત્વચા પર બારીક રેખાઓ ઉંમર પહેલા દેખાવા લાગે છે.આવી સ્થિતિમાં,આજથી તમે ત્વચાની સારી સંભાળની કેટલીક ટેવો અપનાવવાનું શરુ કરો,જે તમને તમારા યુવાનીને લાંબા સમય સુધી જાળવવામાં મદદ કરશે.

ઓછું પાણી પીવું

image source

પાણી પીવાથી શરીરમાં રહેલ તમામ ગંદા પદાર્થો દૂર થાય છે,જે ત્વચાને ગ્લો બનાવે છે.30 વર્ષની વય સુધી તમારા ચહેરા પર ગ્લો રાખવા માટે દિવસ દરમિયાન 3 લિટર પાણી પીવો.તમે ફક્ત પાણી જ નહીં,પરંતુ ફળ અને ફળનો રસ પણ પી શકો છો,જેમાં ઘણું પાણી હોય છે.

કેમિકલ ધરાવતા ટોનરનો ઉપયોગ

image source

ત્વચાના છિદ્રોને ઓછું કરવા માટે ચહેરા પર ટોનર લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ચહેરા પર વધારે તેલ અને ગંદકી પણ સાફ કરે છે.પરંતુ બજારમાં જોવા મળતા મોટાભાગના ટોનરમાં આલ્કોહોલ હોય છે,જેનાથી ત્વચા પર કરચલીઓ આવી શકે છે.ચહેરાના ગ્લોને જાળવવા માટે હંમેશાં કુદરતી વસ્તુઓથી બનેલું ટોનર ખરીદો.

બહાર નીકળતા પહેલાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો

image source

30 વર્ષની ઉંમરે ચહેરા પર લાઇનો દેખાવાનું શરૂ થાય છે.જો તમે ઘરની બહાર જાવ ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ નહીં કરો તો તે વધી શકે છે.આનું કારણ એ છે કે સૂર્યની કિરણો આપણી ત્વચા પર વિપરીત અસર કરે છે.તેથી સનસ્ક્રીન લગાડવી ખુબ જરૂરી છે.30 વર્ષની ઉમર પેહલા તમે આની કાળજી ઓછી લેતા તે ચાલતું પણ 30 વર્ષની ઉમર પછી આ કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

ત્વચાની સંભાળ માટે ખોટા ઉત્પાદનનો ઉપયોગ

image source

ત્વચાની સંભાળ માટે એવા ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં કે જે નાની ઉંમરના લોકો માટે બનાવવામાં આવે છે.કારણ કે આપણી ઉંમરની સાથે આપણી ત્વચાની જરૂરિયાતો પણ બદલાતી રહે છે.આવી સ્થિતિમાં,તમારી ત્વચાના પ્રકાર અને તેની આવશ્યકતા અનુસાર ઉત્પાદનો પસંદ કરી અને પછી જ તેનો ઉપયોગ કરો.

ઉંઘનો અભાવ

image source

સારી ઉંઘ લેવાથી શરીરમાં સ્ટ્રેસના હોર્મોનસ ઉત્પન્ન થતા નથી.સ્ટ્રેસને લીધે ત્વચા બગડવાની શરૂઆત થાય છે. જો તમે આખો દિવસ ઓફિસ અથવા વ્યક્તિગત જીવનને લીધે ખૂબ સ્ટ્રેસમાં છો,તો તમારે તમારી ઊંઘ બગાડવાની જગ્યાએ ખુશ રેહવું જોઈએ.ત્વચાના આરોગ્યને જાળવવા માટે અને સ્વસ્થ જીવન માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત