IPLની પહેલી મેચમાં મિસ્ત્રી ગર્લ સાથે જોવા મળ્યો આર્યન ખાન, KKRની જીતથી વધુ એમની ચર્ચા

વિશ્વની સૌથી પ્રખ્યાત અને સમૃદ્ધ T20 ક્રિકેટ લીગ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 15મી સિઝન શરૂ થઈ ગઈ છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આસાન વિજય મેળવ્યો હતો. વાનખેડે મેદાન પર રમાયેલી આ મેચ દરમિયાન ચાહકો બે વર્ષ બાદ સ્ટેડિયમમાં પરત ફર્યા છે, જ્યારે ફ્રેન્ચાઈઝીના માલિકો પણ તેમની ટીમને સમર્થન આપવા માટે ત્યાં પહોંચ્યા હતા.

દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન સ્પેનમાં તેની ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે તેનો પુત્ર આર્યન ખાન તેની ટીમને સપોર્ટ કરવા મેદાન પર પહોંચ્યો હતો. આર્યન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેની ટીમનો ઉત્સાહ વધારવા માટે તેના મિત્રો સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મિસ્ટ્રી ગર્લની તસવીર વાયરલ થઈ રહી છે

આ દરમિયાન તેની મિત્ર અને જૂહી ચાવલાની પુત્રી એકસાથે જોવા મળી ન હતી, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં આર્યન ખાન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. આર્યન ખાન સાથે આ સુંદર છોકરીને જોઈને લોકો કોલકાતા નાઈટ રાઈડર્સની જીત અને નવા કેપ્ટન શ્રેયસ અય્યર વિશે વાત કરવાનું ભૂલી ગયા અને તેના વિશે જાણવા માટે સતત ઉત્સુક છે. આ તસવીરોમાં આર્યન ખાન બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે આ મિસ્ટ્રી ગર્લ તેની સાથે સફેદ ક્રોપ ટોપમાં જોવા મળી હતી.