આ તો કંઈ ભારતની ભૂમિ છે? નિર્દયી માતા-પિતાએ બાળકને 2 વર્ષ સુધી 20 કૂતરા સાથે બાંધી રાખ્યું, હવે આવુ વર્તન કરે છે

મહારાષ્ટ્રના પુણેથી એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 11 વર્ષના બાળકને તેના માતા-પિતાએ બે વર્ષથી 20 કૂતરા સાથે રૂમમાં બંધ કરીને રાખ્યો હતો. એક NGOની મદદથી પોલીસે બાળકને બચાવી લીધો છે અને તેના માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે બાળકને બચાવી લીધો

પોલીસે જણાવ્યું કે આરોપી માતા-પિતા વિરુદ્ધ બાળ ન્યાય (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-2000 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરાને એક NGOની મદદથી ઘરની બહાર લાવવામાં આવ્યો હતો. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

image source

માતા-પિતાએ બાળકને કૂતરા સાથે બંધ કરી દીધો

એક NGO ચાઈલ્ડલાઈનના સ્વયંસેવકે પોલીસને જણાવ્યું કે, પુણેના કોંધવા વિસ્તારમાં એક ફ્લેટની અંદર 11 વર્ષના છોકરાને 20 થી 22 કૂતરાઓ સાથે રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ફરિયાદીએ જણાવ્યું કે જ્યારે તે 5 મેના રોજ તે ફ્લેટમાં ગયો ત્યારે તેણે એક બાળકીને બારી પાસે કૂતરા સાથે બેઠેલું જોયું. ઘરની અંદરથી દુર્ગંધ આવી રહી હતી.

એનજીઓની મદદથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

જ્યારે ફરિયાદીએ બાળકના માતા-પિતા સાથે વાત કરી તો ખબર પડી કે બાળક શાળાએ જતો નથી. આ પછી ફરિયાદીએ વાલીઓને બાળકોને કૂતરા સાથે ન રાખવાની સલાહ આપીને શાળામાં એડમિશન લેવા કહ્યું. પરંતુ બાળકના પરિવારજનોએ તેમની વાત પર ધ્યાન આપ્યું ન હતું. આ પછી તેણે પોલીસને આ બાબતની જાણ કરી.

image source

બાળકને શેલ્ટર હોમમાં દાખલ કરવામાં આવ્યો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસ 9 મેના રોજ સ્થળ પર પહોંચી ત્યારે બાળકના માતા-પિતા બહાર ગયા હતા. પોલીસને બાળક ઘરની અંદરથી મળી આવ્યું હતું. અધિકારીએ કહ્યું, “બાળ કલ્યાણ સમિતિની મદદથી તે જ દિવસે છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.” અધિકારીએ કહ્યું કે છોકરાની રીતભાત કૂતરાઓ જેવી હતી. તેને ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.