જાણો, હાર્દિક પંડ્યા પાસે કેટલી સંપત્તિ છે, સાથે જ આ 6 પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે હતા હાર્દિક પંડ્યાના સંબંધો

ભારતીય ક્રિકેટ ટીમમાં એક શાનદાર ઓલરાઉન્ડરની ઓળખ ધરાવતો હાર્દિક પંડ્યાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે પોતાની મહેનતના દમ પર પોતાની એક ઓળખ બનાવી છે. હાર્દિક પંડ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દરેક દેશમાં જ્યાં ક્રિકેટ રમાય છે ત્યાં પ્રખ્યાત છે. હાર્દિક પંડ્યાએ ઘણી મહેનત બાદ આ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે, તેની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સે IPL 2022 નું ટાઇટલ પણ જીત્યું હતું. આજે અમે તમને તેની નેટ વર્થ, ગર્લફ્રેન્ડ્સ અને તેની લકઝરી લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિતાવ્યું છે. હાર્દિક પંડ્યાનો જન્મ ઓક્ટોબર 1993માં ગુજરાતના સુરત શહેરમાં થયો હતો.

હાર્દિક પંડ્યાના પિતાનો બિઝનેસ ડૂબવાને કારણે તેનો પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જ્યારે હાર્દિક પંડ્યા માત્ર 5 વર્ષનો હતો ત્યારે તેના ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેણે અભ્યાસ છોડવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યા આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. એક અંદાજ મુજબ, હાર્દિક પંડ્યા પાસે લગભગ 67 કરોડની સંપત્તિ છે. તે ગુજરાતમાં એક મોંઘા બંગલામાં રહે છે, જેની કિંમત 2 કરોડથી વધુ છે. હાર્દિક પંડ્યાની કારની વાત કરીએ તો તેની પાસે ઘણી લક્ઝરી કાર છે, જેમાં લેમ્બોર્ગિની હુરાકન, રેન્જ રોવર વોગ, રોલ્સ રોયસ ફેન્ટમ, મર્સિડીઝ એએમજી જી63, ઓડી એ6, પોર્શે કેયેન અને જીપ કંપાસ જેવી ઘણી કાર છે.

image source

બીજી તરફ જો તેની ગર્લફ્રેન્ડની વાત કરીએ તો, હાર્દિકનું નામ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ ઉર્વશી રૌતેલા, પરિણીતી ચોપરા, એશા ગુપ્તા, એલી અવરામ સાથે જોડવામાં આવ્યું છે. આ પછી તેણે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા.