જો તમારા ઘરમાં પણ લાફિંગ બુદ્ધા છે તો લાફિંગ બુદ્ધા રાખવાની આ મહત્વની વાતો જાણો

વાસ્તુશાસ્ત્ર હોય કે ઘરની સજાવટ, આજકાલ ઘરોમાં લાફિંગ બુદ્ધા રાખવાની ઘણી પ્રથા છે. વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વાતો કહેવામાં આવી છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા રાખે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. ઘરમાં જે પણ વસ્તુઓ રાખવામાં આવે છે તે જો યોગ્ય દિશામાં અને સ્થાને હોય તો જ લાભદાયક હોય છે. જો વસ્તુઓને યોગ્ય યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષનું કારણ બને છે. તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. તેથી ઘરમાં સજાવટની વસ્તુઓ રાખતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમાં ખાસ કરીને લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેને ઘરમાં રાખવાથી લોકોના ભાગ્યમાં બદલાવ આવે છે. કોઈપણ વ્યક્તિને સારા નસીબ માટે લાફિંગ બુદ્ધા આપવામાં આવે છે. સાથે જ ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા માટે લાફિંગ બુદ્ધાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.

image source

લાફિંગ બુદ્ધા રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખો

1- લાફિંગ બુદ્ધાની પ્રતિમા મૂકતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને મુખ્ય દરવાજાની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઉંચાઈ પર મૂકવી જોઈએ. તેને રાખતી વખતે ધ્યાનમાં રાખો કે તેની ઉંચાઈ 30 ઈંચથી વધુ અને સાડા 32 ઈંચથી ઓછી હોવી જોઈએ.

2- એ પણ ધ્યાન રાખો કે મુખ્ય દરવાજાની સામે મૂકવામાં આવેલી મૂર્તિનું મુખ પણ મુખ્ય દરવાજા તરફ હોવું જોઈએ. દરવાજો ખોલતાની સાથે જ તે જ મૂર્તિ પહેલા દેખાવી જોઈએ.

image source

3- લાફિંગ બુદ્ધની પ્રતિમાને કિચન, ડાઇનિંગ રૂમ કે બેડરૂમમાં ન રાખો.

4- આ સાથે ધ્યાન રાખો કે તેની પૂજા પણ ન કરો.