જુઓ તસવીરોમાં એક ઝલક, આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે યુવરાજ સિંહ, કોહલી કરતા પણ મોંઘુ છે આ ઘર

ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોય, પરંતુ મુંબઈમાં મોંઘા એપાર્ટમેન્ટના મામલામાં તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો સામનો કરી રહ્યો છે. યુવરાજ સિંહ દેશના અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. યુવરાજ સિંહ તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે મુંબઈના વર્લી સ્થિત ઓમકાર 1973 ટાવર્સમાં રહે છે.

image source

યુવરાજ સિંહે વર્ષ 2013માં આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ 64 કરોડમાં ખરીદ્યું હતું. યુવરાજ સિંહના ઘરમાં લક્ઝુરિયસ લિવિંગ રૂમ, વર્લ્ડ ક્લાસ મોનોક્રોમ કિચન અને સુંદર લિવિંગ રૂમ છે. જ્યારે વિરાટ કોહલીનો મુંબઈના વર્લીમાં ફ્લેટ છે.

આ ફ્લેટ વિરાટ-અનુષ્કાએ તેમના લગ્ન પહેલા 2016માં ખરીદ્યો હતો. 7, 171 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ એપાર્ટમેન્ટ ઓમકાર 1973ના 35મા માળે છે. આ એપાર્ટમેન્ટમાંથી આખું મુંબઈ શહેર અને અરબી સમુદ્ર સ્પષ્ટ દેખાય છે. તેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે.

image source

યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન નવેમ્બર 2016માં થયા હતા. આ કપલ 29મા માળે 16,000 ચોરસ ફૂટના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. એપાર્ટમેન્ટમાંથી અરબી સમુદ્રનો ઉત્તમ નજારો જોવા મળે છે.