ભૂખ્ખડ પ્રજા કે શું,1.74 કરોડનું ખાવાનું ખાય ગયા ભારતીય ક્રિકેટર, બિલ જોઈને BCCIના હોશ ઉડી જશે

ભારતીય ક્રિકેટ તેની રમત માટે વિશ્વભરમાં જેટલું જાણીતું છે તેટલું જ તે વિવાદોમાં પણ ઘેરાયેલું રહ્યું છે. હાલમાં ઘરેલુ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2021-22 ભારતમાં રમાઈ રહી છે. રણજી ટ્રોફીની આ સિઝન વિવાદોથી અછૂત રહી નથી. આ વિવાદમાં એક ખેલાડી નહીં પરંતુ આખી ટીમ ફસાઈ છે.

ખેલાડીઓને માત્ર 100 રૂપિયા આપવાનો આરોપ :

રણજી ટ્રોફીની બીજી ક્વાર્ટર ફાઈનલ મુંબઈ અને ઉત્તરાખંડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમે રેકોર્ડ 725 રને જીત મેળવી હતી. પરંતુ તેના થોડા સમય બાદ મીડિયામાં આવા સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા હતા, જેના પછી ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશને આગળ આવીને સ્પષ્ટતા કરવી પડી હતી.

Sarfaraz Khan hits triple century battling fever and cough - Sportstar
image sours

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડ રણજી ટીમના ખેલાડીઓને માત્ર 100 રૂપિયા દૈનિક ભથ્થું આપવામાં આવે છે. વાસ્તવમાં, ન્યૂઝ 9 લાઈવએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશન, જે કાગળ પર લાખો કરોડનો ખર્ચ બતાવે છે, તે ખેલાડીઓને માત્ર 100 રૂપિયાનું દૈનિક ભથ્થું આપે છે. ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશને આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને ખેલાડીઓના ખાવા-પીવાના ખર્ચને આગળ ધપાવ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

ખેલાડીઓના ભોજન પાછળ 1.74 કરોડ રૂપિયા ખર્ચાયા :

ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ખેલાડીઓના ભોજન પાછળ 1.74 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ખેલાડીઓને આપવામાં આવતા દૈનિક ભથ્થા પર કુલ 49 લાખ 58 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખેલાડીઓ માટે કેળા ખરીદવા માટે કુલ 35 લાખ અને પાણીની બોટલ પર 22 લાખનો ખર્ચ થયો હતો. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે 2021-22માં ખેલાડીઓ માટે દૈનિક ભથ્થું 1250 રૂપિયા અને સહાયક સ્ટાફ માટે 1500 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

Ranji Trophy: Debutant Parkar's ton floors Uttarakhand, takes Mumbai to  304/3
image sours