કાળઝાળ ગરમીમાં આગ વચ્ચે તપસ્યા કરી રહ્યા છે સાધુ, જાણો શું છે કારણ

ભારત ઋષિ-મુનિઓ અને તપસ્વીઓની ભૂમિ રહી છે, ત્યાં કેટલાક એવા ઋષિ-મુનિઓ છે જેઓ આજે પણ તપસ્યા કરતા જોવા મળે છે. સોનીપત જિલ્લાના રાય વિધાનસભા મતવિસ્તારના બાજીદપુર સબોલી ગામમાં, એક નાથ સાધુ પોતાની આસપાસ અગ્નિ પ્રગટાવીને તપસ્યા કરી રહ્યા છે.

image source

યોગી બાબા સતપાલ નાથ છેલ્લા ઘણા દિવસોથી ગરમી વચ્ચે પોતાની આસપાસ પાંચ મોટી અગ્નિ પ્રગટાવીને કઠોર તપસ્યા કરી રહ્યા છે.

બાબા 16મી અગ્નિ તપશ્ચર્યા કરી રહ્યા છે. 41 દિવસની તપસ્યાના અંતે 14મી જૂને પૂર્ણિમાના દિવસે અહીં ગ્રામજનોના સહયોગથી ભંડારાનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશ-વિદેશના સાધુ-સંતો અહીં સામેલ થશે. અત્યારના સમયમાં લોકો સબંધો ભૂલી રહ્યા છે અને પોતાના જીવનમાં દરેક સબંધો ભૂલીને આગળ વધી રહ્યા છે, ત્યારે આ સાધુ આવી ગરમી વચ્ચે ભાઈચારો અને લાગણી વધારવા માટે તપસ્યા કરી રહ્યા છે.

image source

અહીં ખાસ વાત એ છે કે બાબા જ્યાં અગ્નિનું ધ્યાન કરી રહ્યા છે તે સ્થાનની નજીક એક ગૌશાળા પણ છે, જ્યારે બાબા અગ્નિની વચ્ચે બેસે છે, ત્યારે કેટલીક ગાયો તેમને સતત જોતી રહે છે અને જ્યારે સાધુ તપસ્યા કરીને અગ્નિ વચ્ચેથી બહાર નીકળે છે, ત્યારે ગયો જતી રહી છે.