‘2 મે સુધીમાં સરકારી બંગલા ખાલી કરો’, મોદી સરકારે 8 જાણીતા કલાકારોને મોકલી નોટિસ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આઠ પ્રતિષ્ઠિત કલાકારોને 2 મે સુધીમાં સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલ મુજબ, આ કલાકારોને વર્ષો પહેલા સરકારી આવાસ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ 2014માં આ મકાનોની ફાળવણી રદ કરવામાં આવી હતી.

image source

નોંધનીય છે કે તાજેતરમાં જ સરકારે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઓડિસી નૃત્ય ગુરુ માયાધર રાઉતનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. તેના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે હવે 8 અન્ય કલાકારોને સરકારી નિવાસ ખાલી કરવા નોટિસ પાઠવી છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ઘણી નોટિસો આપ્યા પછી પણ 28 કલાકારોમાંથી 8 કલાકારોએ હજુ સુધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું નથી.

image source

મીડિયાને આ સંદર્ભમાં માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું કે, ‘આ આઠ કલાકારોએ અમને ખાતરી આપી છે કે તેઓ તેમનો સરકારી બંગલો ખાલી કરવાની પ્રક્રિયામાં છે અને તેઓએ થોડા વધુ દિવસોનો સમય માંગ્યો છે. તેઓએ અમને લેખિતમાં કહ્યું છે કે તેઓ 2 મે સુધીમાં ઘર ખાલી કરી દેશે અને અમે ત્યાં સુધીનો સમય આપ્યો છે.