નશામાં ધૂત વરરાજો લગ્નમાં રહ્યો ડાન્સમાં મશગૂલ, ગુસ્સે થયેલી દુલ્હનએ બીજાના ગળામાં માળા પહેરાવી

મહારાષ્ટ્રના બુલઢાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીના પિતાએ જાનને ઘરે પરત મોકલી દીધી હતી અને લગ્નમાં આવેલા એક સબંધીના યુવક સાથે દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ ઘટના 24 એપ્રિલે જિલ્લાના મલકાપુર પંગરા ગામમાં બની હતી.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે જાન છોકરીના દરવાજે પહોંચી અને વરરાજા કારમાંથી નીચે ઉતરી ગયો અને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યો. વરરાજા પોતાના લગ્નની ખુશીમાં એટલા મશગૂલ હતા કે લગ્નનો શુભ મુહૂર્ત ડાંસ કરતા કરતા પસાર થઈ ગયો. આનાથી નારાજ થઈને છોકરીના પિતાએ જાન પાછી મોકલી અને એ જ મંડપમાં બીજા છોકરા સાથે દીકરીના લગ્ન કરાવી દીધા.

છોકરીના પિતાનો આરોપ છે કે વરરાજો ખૂબ જ નશામાં હતો, તેથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. છોકરીના પિતાએ જણાવ્યું કે મુહૂર્ત સાંજે 4 વાગ્યે હતું અને વરરાજા 8 વાગ્યા સુધી ડાન્સ કરતો રહ્યો. મોડા આવવાનું કારણ પૂછતાં જાનમાં આવેલા લોકોએ માર મારવાનું શરૂ કર્યું. પછી અમે તેમને ખવડાવ્યા વિના પરત કરી દીધા.

image source

આ સિવાય યુવતીના પિતાનું કહેવું છે કે જાન આવી હતી, જો દીકરીના લગ્ન ન થયા હોત તો ઘણી બદનામી થઈ હોત. તેથી, પ્રિયજનોની સલાહ લઈને, પુત્રીના લગ્ન યુવકના દૂરના સંબંધી સાથે કરાવ્યા. દુલ્હન પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના મંડપમાંથી ભગાડી ગયેલા વરરાજાએ પણ બીજા દિવસે ધામધૂમથી લગ્ન કર્યા હતા.