સચિન તેંડુલકરની દીકરી સારા કરશે બોલિવૂડમાં ડેબ્યૂ, ગ્લેમર વર્લ્ડમાં કરિયર બનાવવા માંગે છે!

બધાની નજર બોલિવૂડ સ્ટાર કિડ્સના ફિલ્મ ડેબ્યૂ પર છે. પરંતુ હવે સચિન તેંડુલકરની ખૂબસૂરત પુત્રી સારા તેંડુલકર પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. સારાને સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક ગણવામાં આવે છે. દેખાવ અને સ્ટાઈલ સાથે સારાનું આકર્ષક વ્યક્તિત્વ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. સારાને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વિશેષ રસ છે.

સારા તેંડુલકર ફિલ્મોમાં આવશે?

image source

હવે તાજા સમાચાર મુજબ સારા બોલિવૂડમાં કરિયર બનાવવા માંગે છે અને તેને ફિલ્મોમાં ઘણો રસ છે. બોલિવૂડ લાઈફના સૂત્રોને ટાંકીને પ્રકાશિત થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે સારા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. તેણીને અભિનયમાં ખૂબ જ રસ છે અને તેણે કેટલાક અભિનયના ક્લાસ પણ લીધા છે.

સારાએ લંડન યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. જોકે, તે ગ્લેમર વર્લ્ડમાં કરિયર બનાવવા માંગે છે.

ટેલેન્ટેડ છે સારા

image source

સ્ત્રોતે વધુમાં ઉમેર્યું – સારા તેના અભિનય કૌશલ્યથી દર્શકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તે ખૂબ જ ટેલેન્ટેડ છે અને તેના માતા-પિતા તેને દરેક નિર્ણયમાં ઘણો સાથ આપે છે. સારા એક મોડલ છે. તેની તસવીરો ઘણીવાર ચાહકોને દિવાના બનાવે છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે સારા શાહિદ કપૂર સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. જો કે, સચિને આ અહેવાલોને એમ કહીને નકારી કાઢ્યા હતા કે તેમની પુત્રી હાલમાં અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. હવે ફરી એકવાર સારાના બોલિવૂડ ડેબ્યૂના સમાચારો જોરમાં છે. સારા બોલિવૂડમાં એન્ટ્રી કરે છે કે નહીં તે જોવું રહ્યું.