ભારત-રશિયા મિત્રતા તોડવા માટે અમેરિકાએ લગાવ્યો મોટો દાવ, આપી શકે છે આ ખાસ ‘ઓફર’

ભારત-અમેરિકા સંબંધ બુલંદી પર છે અને અમેરિકા આ ખાસ સંબંધને આગળ વધારવાના પ્રયાસમાં લાગેલી છે. કેસથી વાકેફ લોકોએ જણાવ્યું કે અમેરિકા ભારતની સાથે પોતાના સુરક્ષા સંબંધને વધુ મજબૂત કરવા માંગે છે.

રશિયન હથિયાર પર ભારતની નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકા એક સૈન્ય મદદ પેકેજ તૈયાર કરી રહ્યું છે. વિચારણા હેઠળના આ પેકેજમાં 500 મિલિયન ડોલરનું વિદેશી સૈન્ય નાણાકીય ફંડ સામેલ હશે. જો આમ થશે તો ભારત આ પ્રકારની અમેરિકન સૈન્ય મદદ મેળવનારો ઈઝરાયેલ અને ઈજીપ્ત બાદ ત્રીજો દેશ હશે.

image source

જાણકારોનું કહેવું છે કે 500 મિલિયન ડોલરનું અમેરિકન ભંડોળ ભારતને આ પ્રકારની સહાયતા પ્રાપ્ત કરનારો સૌથી મોટો લાભાર્થી દેશ બનાવી દેશે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે આ ડીલનું એલાન ક્યારે થશે અને તેમાં કયા હથિયાર સામેલ હશે.