વાહ ભાઈ વાહ, મોજ પડી જશે, હવે ગુજરાતના આંગણે બનશે આઈસક્રીમના કોન, કરોડોના ખર્ચે બનેલા પ્લાન્ટનું પાટીલ કરશે ખાતમૂહુર્ત

રાજયમાં સુમુલ ડેરી કોનનુ પ્લાન્ટના ઉદઘાટનનું યોજના કરે છે. પારડીમા આ ડેરી રાજ્યનો આ પહેલો કોન મેકિંગ પ્લાન્ટ  સ્થાપવામાં આવશે. ૧૨૫ કરોડના ખર્ચેમાં બનેલ સુમુલ ડેરી આ પ્લાન્ટ બનાવવામાં આવશે. આનું ઉદઘાટન શ્રી સી.આર. પાટીલના હાથે થશે. આવતી કાલે ખુદ શ્રી સી.આર.પાટીલના હાથેથી સવારે ૯.૩૦ કલાકે આનું ઉદઘાટન કરવામાં આવશે.

ડેરી રોજ લાખ કોનનુ ઉત્પાદન કરશે :

આખા દેશમાં આઈસ્ક્રીમનુ વેચાણ વધવાથી સુમુલ ડેરીએ આ યોજના બનાવી છે. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમા મંજૂરી પણ આપવામા આવી છે. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજના ૩ લાખ જેટલા કોનનું આ ડેરીમાં ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટની ક્ષમતા ૮ ડેરીના પ્લાન્ટ જેટલી વધારે છે. આ પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે મંત્રી શ્રી કનુ દેસાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ અને શ્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમા ઉપસ્થિત રહેશે.

Sumul Dairy Election: 98 percent voting recorded | Indian Cooperative
image sours

 

ડેરી આઈસ્ક્રીમનુ રોજિંદુ ઉત્પાદન લાખ લીટર જેટલું થશે :

અમૂલ બ્રાન્ડનો બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક ફેટમાથી બનાવવામાં આવે છે. ત્યારે હાલમા આઈસ્ક્રીમની માંગમા ભારે વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, કુલ્ફીની સાથે સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની પણ માંગમા પણ ભારે વધારો થયો છે. ત્યારે હવે આ માંગને પહોંચી વળવા ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા માટેની પરવાનગી પણ આપી છે. તેથી આ ડેરીનું આઈસ્ક્રીમનુ રોજિંદુ ઉત્પાદન ૫૦૦૦૦ લિટરથી વધીને ૧ લાખ લીટર કરવામાં આવે. ૫૦ હજાર લીટર આઈસ્ક્રીમનુ ઉત્પાદન વધારવા માટે સુમુલ ડેરી આ નવો પ્લાન્ટ ઉભો કરશે.

Surat District Co-Operative Milk Producers' Union Ltd Email: root@sumul.coop Email: career@sumul.coop Phone: +91 261 2537693 Phone: +91 261 2537694 Phone: +91 261 2531137 Fax: +91 261 2533572 Url: http://sumul.com Post Box No. 501, Sumul ...
image sours