કંગના રાણાવતની ફિલ્મ ‘ધાકડ’ થઇ ઓનલાઈન લીક, મેકર્સને થશે મોટું નુકસાન!

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ ‘ધાકડ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ લીક થવાને કારણે મેકર્સને નુકસાન થઈ શકે છે.

કંગના રનૌતની ‘ધાકડ’ લીક થઈ

કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ ઘણી વેબસાઈટ દ્વારા એચડી પ્રિન્ટમાં લીક થઇ ગઈ છે. આવી સ્થિતિમાં, ફિલ્મના બિઝનેસને નુકસાન થઈ શકે છે, કારણ કે લોકો આ ફિલ્મને થિયેટરોમાં જોવાને બદલે તેને ઑનલાઇન ડાઉનલોડ કરીને જોવાનું શરૂ કરશે. જો કે, આ ફિલ્મ એટલા મોટા લેવલ પર બનાવવામાં આવી છે કે તેને લેપટોપ કે મોબાઈલ પર નહીં પરંતુ થિયેટરમાં જોવાની મજા આવશે.

image source

આ ફિલ્મો ઓનલાઈન પણ લીક થઈ ગઈ

જોકે, ‘ધાકડ’ એવી પહેલી ફિલ્મ નથી જે રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ હોય. અગાઉની ‘ભૂલ ભુલૈયા 2’, ‘હીરોપંતી 2’, ‘રનવે 34’, ‘આર્ચયા’ અને રણવીર સિંહની 83 જેવી ફિલ્મો પણ રિલીઝના દિવસે ઓનલાઈન લીક થઈ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

આ સ્ટાર્સે કામ કર્યું

કંગના રનૌતની ‘ધાકડ’ એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન રજનીશ ઘાઈએ કર્યું છે. તે દીપક મુકુટ અને સોહેલ મકલાઈ દ્વારા નિર્મિત છે. કંગનાની આ પહેલી એક્શન ફિલ્મ છે, જેમાં તેણે ખતરનાક સ્ટંટ કર્યા છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તાએ કામ કર્યું છે, જેઓ નેગેટિવ રોલમાં છે. કંગના રનૌત છેલ્લે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળી હતી. તેના શાનદાર અભિનય છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. હવે કંગનાને ફિલ્મ ‘ધાકડ’થી ઘણી આશાઓ છે.

=