કેટલીય રાતો સલમાન સાથે ફાર્મ હાઉસમાં જેક્લીને મજા કરી, હવે અભિનેતાએ આપી દીધી આવી સલાહ, સૌ કોઈ ચોંકી ગયું

જેકલીન ફર્નાન્ડીઝ એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે દરરોજ મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આ પહેલા જેકલીન ફર્નાન્ડીઝનું નામ સુકેશ સાથે રિલેશનશિપમાં હોવાને કારણે જોડાયું હતું અને તેની સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ ચર્ચામાં આવી હતી.

image source

રિપોર્ટ્સ અનુસાર સુકેશે જેકલીન ફર્નાન્ડીઝને મોંઘી ગિફ્ટ્સ પણ આપી હતી. જો કે આ પછી કોરોનાના સમયે જેકલીનનું નામ સલમાન ખાન સાથે પણ જોડાયું કારણ કે કોરોનાને કારણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાતું ન હતું. જેના કારણે જેકલીનને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં રોકાવું પડ્યું હતું. આ દરમિયાન સલમાન ખાન સાથે તેની ઘણી તસવીરો શેર કરવામાં આવી હતી અને લોકોએ આ તસવીરો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. તેના ફાર્મ હાઉસમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝ સિવાય અન્ય મિત્રો પણ હતા.

એ તો બધા જાણે છે કે જેકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ સુંદર અને ફિટ અભિનેત્રી છે અને તેથી જ તે હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. જ્યારે તેણી ફાર્મ હાઉસમાં બંધ થઈ ગઈ ત્યારે પણ તેણીએ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખ્યું અને તે ફાર્મ હાઉસની જમીન પર જ કસરત કરવાનું શરૂ કર્યું.

image source

પણ સલમાન ખાન તેને ફિટનેસની સલાહ આપતાં કહેતો હતો કે “ફાર્મહાઉસની જમીન પર કસરત કરવી એ મૂર્ખ ભર્યું કાર્ય છે, આના કરતાં જમીન ખોદો અને ખેતી કરો, કામ પણ થશે અને કસરત પણ થશે.” સલમાન ખાને જેકલીન અને તેના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ અને મજાથી ભરેલા દિવસોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો દ્વારા શેર કર્યા હતા, જેમાંથી એકમાં તે ખેતી કરતો જોવા મળ્યો હતો.