કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર સૂકી ખાંસીમાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ

શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા હાલ સામાન્ય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને રાતે ઊંઘ આવતી નથી. વાતાવરણમાં ફેરફાર થવાથી સુકી ખાંસી થવાની સમસ્યા ઘણી સામાન્ય વાત છે. ખાણી-પીણીમાં થોડીક બેદરકારી દાખવી અથવા શરદી-ગરમીની અસર થઇ તો ખાંસી થવાની શક્યતા વધી જાય છે. ઘણીવાર દિવસભર તો ખાંસીની સમસ્યા નોર્મલ હોય છે પરંતુ રાત્રે સૂતી વખતે ખાંસીની સમસ્યા વધવા લાગે છે. તેનાથી ઊંઘ તો ખરાબ થઇ જ જાય છે અને દુખાવો પણ શરૂ થઇ જાય છે. જો તમે પણ ખાંસીથી હેરાન છો જાણો કેટલાક ઉપાય જે તમને ખાંસીમાં રાહત આપવામાં મદદરૂપ સાબિત થશે.જાણો, કેટલાક એવા સરળ ઘરેલૂ નુસ્ખા વિશે જે તમને સુકી ખાંસીથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.

શું હોય છે સુકી ખાંસી?

image soucre

સુકી ખાંસી દરમિયાન ગળામાંથી કફ નથી નીકળતા. પરંતુ ગળુ સુકાવાના અનુભવ સાથે ખાંસીની શરૂઆત થાય છે અને ગળામાં તીવ્ર બળતરા અને બેચેની થવા લાગે છે.

image soucre

સુકી ખાંસીની સમસ્યા સૌથી વધારે રાતના સમયે પરેશાન કરે છે. કારણ કે શ્વાસની નળીમાં અને ગળામાં સોજાના કારણે સૂતા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ દરમિયાન ગળામાં ડ્રાયનેસ પણ વધી જાય છે. તેનાથી વારંવાર તીવ્ર ખાંસી આવવા લાગે છે.

સુકી ખાંસીથી રાહત મળશે

image source

જ્યારે પણ તમને સુકી ખાંસી પરેશાન કરે ત્યારે તમારે તરત જ બે ચમચી મધમાં નાની ચમચીથી અડધી ચમચી મુલેઠી ચૂર્ણ મિક્સ કરીને ધીમે-ધીમે ચાટીને ખાઓ. તેનાથી તરત રાહત મળશે.

image soucre

ખાંસીની સમસ્યા ખૂબ જ વધારે થવા પર તમે દિવસમાં ત્રણ વાર મધ અને મુલેઠીનું સેવન કરી શકો છો. પરંતુ તેનાથી પહેલા કંઇક ખાઇ લેવું જોઇએ. એટલે કે આ વિધિને જમ્યા બાદ અજમાવો તો વધારે યોગ્ય રહેશે. ખાલી પેટ મુલેઠીથી કેટલાક લોકોને પરેશાની થઇ શકે છે.

હળદર અને આદુનું દૂધ

image source

એક ગ્લાસ દૂધ ગરમ કરો. જ્યારે દૂધ સરખી રીતે ગરમ થઇ જાય ત્યારે તેમાં આદુને છીણીને નાંખો અને ગોળને દૂધમાં મિક્સ કરી લો. ગોળ મિક્સ કર્યા બાદ તેમાં હળદર પાઉડર નાંખો અને દૂધને ગાળીને તરત જ ઘૂંટડે-ઘૂંટડે પી જાઓ. આ દૂધ તમને સુકી ખાંસીથી રાહત અપાવવા માટેનું કામ કરશે.
સુકી ખાંસીથી રાહત મેળવવા માટે તમે મધની સાથે મુલેઠી લીધા બાદ અથવા હળદર અને આદુનું દૂધ પીધા બાદ પોતાના ગળા અને છાતી પર બામ લગાવીને 20થી 30 મિનિટ માટે ચાદર ઓઢીને સૂઇ જાઓ. તેનાથી ખાંસીના કારણે છાતી પર થતાં દુખાવામાંથી રાહત મળશે.
કોગળા કરો

રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીથી કોગળા કરવાનું ભૂલશો નહીં. તેનાથી ગળાની ખરાશમાં રાહત મળશે અને ખાંસી પણ આવશે નહીં. દરરોજ કોગળા કરવાથી થોડાક જ દિવસોમાં ખાંસી ઠીક થઇ જશે.

હુંફાળું પાણી પીઓ

image soucre

શિયાળામાં ઠંડું પાણી પીવાની જગ્યાએ ગરમ પાણીનું જ સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની હેરાનગતિથી પણ છૂટકારો મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત