ખતરનાક સ્ટંટ કરતી વખતે શિવાંગી જોશીને એવી જગ્યાએ થી ઈજા કે દર્દથી નીકળે છે ચીસો, કહ્યું- બેસવામાં પણ તકલીફ પડે છે

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘બાલિકા વધૂ 2’ જેવા ટીવી શોથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર અભિનેત્રી શિવાંગી જોશી હાલમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં તેના પ્રથમ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નું શૂટિંગ કરી રહી છે.

image source

શિવાંગી જોશી, જે તેની સીરિયલ્સમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે, તે આ શોમાં મોડર્ન લુકમાં સ્ટંટ કરતી જોવા મળશે અને આંસુ વહાવતી પણ જોવા મળશે. ખતરોં કે ખિલાડી શોમાં શિવાંગીના આંસુ તેની સીરિયલના આંસુ કરતાં ઘણા અલગ છે, કારણ કે રિયાલિટી શોમાં બધું જ વાસ્તવિક છે. એટલે કે આ વખતે જોખમોથી ભરેલા શોમાં તેના અસલી આંસુ વહેતા જોવા મળશે.

ખતરોં કે ખિલાડી 12 વિશે, શિવાંગી કહે છે- ‘આ શો બધા શો કરતાં ઘણો અલગ છે અને હું એ બધી વસ્તુઓ કરી રહી છું જે મેં જીવનમાં ક્યારેય નથી કર્યું અને ક્યારેય કરીશ પણ નહીં. તમામ સ્પર્ધકો ખૂબ જ મજબૂત છે અને ખતરનાક સ્ટંટ કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. મારી સાથે અન્ય 11 લોકો ખુબ મહેનત કરી રહ્યા છે અને તેમના ડરને નિયંત્રિત કરી રહ્યા છે. અમને બધાને ઈજાઓ થઈ છે અને અમે એ પણ કહી શકતા નથી કે અમને ક્યાં-ક્યાં ઈજાઓ થઈ છે.

image source

શિવાંગીએ આગળ કહ્યું- થોડા જ સ્પર્ધકો હશે, જેમને કઈ થયું નથી. બાકી અમે બધા ઘાયલ છીએ. મારી સાથે કનિકા, નિશાંત, રૂબીનાએ સૌથી વધુ સહન કર્યું છે. સ્થિતિ એવી છે કે સીધા બેસવામાં પણ તકલીફ થાય છે. પીઠમાં દુખાવો છે, ખભામાં સમસ્યા છે. હાથ સીધો થતો નથી. દર્દ તો ઘણું છે, પણ આ દર્દની પણ એક અલગ જ મજા છે. પરંતુ અહીં જે ચીસો બહાર આવી છે તે એકદમ વાસ્તવિક છે. મારું એ સ્વરૂપ એપિસોડમાં દેખાય છે, જે અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યું નથી, પરંતુ તે એકદમ વાસ્તવિક છે.

શિવાંગીએ કહ્યું – એકંદરે, શોમાં તમામ સ્પર્ધકો ખૂબ જ મજબૂત છે અને બધાએ હિંમત સાથે જોખમોનો સામનો કર્યો છે. સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ છે. ખતરોં કે ખિલાડી શોમાં ઘાયલ થવા છતાં શિવાંગીના ફેન્સ ખૂબ જ ખુશ છે, કારણ કે શિવાંગી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરી રહી છે. આમાંના મોટાભાગના વીડિયોમાં કેપ ટાઉનની સુંદરતા જોવા મળે છે, જેમાં તે તેના રિયાલિટી શોના સાથીઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે.