કિચનમાં કામની છે આ ટ્રિક્સ અને ટિપ્સ, રસોઈની સાથે આવશે કામ

સામાન્ય રીતે ગૃહિણીઓ સમયની બચત કરવા માટે અનેક પ્રયાસ પોતાની રસોઇમાં કરતી હોય છે. આ સાથે તે હંમેશા એ પ્રયાસ કરે છે કે તે સારી રસોઇ બનાવી શકે અને પરિવારને એક સારો ટેસ્ટ પણ આપી શકે. જો તમે પણ એવું ઇચ્છો છો તેમ છતાં ક્યારેક તમારાથી નાની ભૂલો થઇ જાય છે અને ખાવાનું બગડે છે તો આ નાની ટિપ્સ તમારી રસોઇને સારી બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

– મરચાંના ડબ્બામાં થોડી હિંગ મૂકવાથી મરચાં લાંબા સમય સુધી ખરાબ થશે નહીં.

image source

– કિચનના ખૂણામાં બોરિક પાવડર છાંટી દેવાથી વંદા આવશે નહીં.

– લીલા વટાણાને સારી રીતે ફ્રેશ રાખવા તેને છોલીને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફ્રિઝરમાં રાખો.

– પનીરને બ્લોટિંગ પેપરમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે.

image source

– ડેઝર્ટ બનાવતી સમયે ભારે તળિયાના વાસણનો ઉપયોગ કરો. તેનાથી તે ચોંટશે નહીં અને સ્વાદ પણ વધશે.

– ફૂદીનાની ચટણી જો મિક્સરમાં બનાવી રહ્યા છો તો તેને વધારે સમય ન ચલાવો. તેનાથી તેનો સ્વાદ કડવો થઇ જાય છે.

image source

– ગરમીમાં ઝડપથી બરફ જમાવવો હોય તો ફ્રિઝમાં જ ગરમ પાણી રાખી દો. તેનો બરફ જલ્દી બનશે.

image source

– જો ભાત બનાવતી સમયે તે થોડા બળી જાય તો તેને ફેંકો નહીં. ગેસ પરથી ઉતારી લો અને સાથે તેની પર દસ મિનિટ સફેદ બ્રેડ રાખો. તેની વાસ જતી રહેશે અને ફરી તે ખાવાલાયક બની જશે.

image source

– શાક કે સૂપમાં મીઠું વધઆરે થઇ ગયું હોય તો બટાકાનો પા ભાગ છોલીને તેમાં નાંખો. તે વધારાનું મીઠું શોષી લેશે. પીરસતા પહેલાં બટાકું બહાર કાઢી લો.

image source

– નવા વાસણોના સ્ટીકર ઉખાડવાને માટે તેના તળિયાને સામાન્ય ગરમ કરો. પછી ચપ્પાની મદદથી તેને ઉખાડો. તે ઝડપથી અને આખું ઉખડી જશે.

– જો તમે કાચું શાક સલાડની જેમ પીરસવા ઇચ્છો છો તો તમે તેને એક વાર પોટેશિયમ પરમેંગેનેટમાં ધોઇને પછી વાપરો તે આવશ્યક છે.

– કિચનમાં ધારદાર ચપ્પા રાખો તેનાથી શાક સરળતાથી સુધારી શકાય છે અને સાથે સમય બચે છે.

image source

– જો તમે કંઇ ઉકળવા મૂકો છો તો ધ્યાન રાખો કે પ્રેશર કૂકર કે પૈનનું ઢાંકણું બંધ હોય, તેનાથી ખાવાનું ઝડપથી ઉકળશે અને ગેસ પણ બચશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત