કોઈ વય મર્યાદા નહીં! 66 વર્ષના અરુણ લાલે 38 વર્ષના બુલબુલ સાહા સાથે કર્યા લગ્ન – જુઓ તસવીરો

જગજીત સિંહની પ્રખ્યાત ગઝલ ‘હોઠો સે છુ લો તુમ…’ની એક પંક્તિ છે, ‘ના ઉંમર કી સીમા હો. 66 વર્ષીય અરુણે સોમવારે (2 મે) ના રોજ 38 વર્ષીય બુલબુલ સાહા સાથે લગ્ન કર્યા હતા. બુલબુલ શિક્ષક છે અને અરુણ લાલની જૂની મિત્ર પણ છે. અરુણ લાલની વાત કરીએ તો તે હાલમાં બંગાળ રણજી ટીમનો કોચ છે. અરુણ લાલના આ બીજા લગ્ન છે.

image source

અરુણ લાલે તેમની પ્રથમ પત્ની રીનાને પરસ્પર સંમતિથી છૂટાછેડા આપ્યા હતા. પરંતુ રીનાની બીમારીના કારણે અરુણ લાલ તેની સાથે રહેતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુલબુલ સાથે લગ્ન કર્યા પછી પણ અરુણ અને તેની નવી પત્ની રીનાનું ધ્યાન રાખશે અને સાથે રહેશે.

અરુણ લાલનો જન્મ 1 ઓગસ્ટ 1955ના રોજ થયો હતો. અરુણ લાલે ભારત માટે 16 ટેસ્ટ અને 13 વન-ડે મેચ રમી છે. બુલબુલ અને તેના લગ્નમાં ખૂબ જ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સબા કરીમ પણ જોવા મળ્યો હતો.

image source

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યા બાદ અરુણ લાલે ક્રિકેટ કોમેન્ટેટર તરીકે પણ કામ કર્યું છે.