કોઈપણ રાઈડ ફ્રી નથી હોતી… આવું કહીને GF સાથે મોજ કરીને રાજકોટનો BF પૈસા માંગતો, જાણો અનોખો જ કિસ્સો

શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધારે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહિલાએ પોતાનાં જ પ્રેમી યુવરાજસિંહ ચુડાસમા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી પ્રેમી વારંવાર તેની પાસેથી અલગ અલગ બહાના બનાવીને વારંવાર પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં તે 1 લાખ રૂપિયા કરતા પણ વધારે રૂપિયા ઉછીના આપી ચુકી છે.

image source

30 હજાર રૂપિયા બીજા માંગતા તેણે ઇન્કાર કર્યો હતો. જેના કારણે તેના પ્રેમીએ તેને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેના ડાબા હાથે સામાન્ય ઘા પણ વાગ્યો હતો. ત્યાર બાદ તે મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયો હતો.

રાજકોટ શહેરના રેલવેનગર વિસ્તારમાં આવેલા નાથદ્વારા પાર્કમાં રહેતો યુવરાજસિંહ ચુડાસમા નામના એક વ્યક્તિએ પોતાની જ પ્રેમીકાને હત્યાનો પ્રયાસ, મારી નાખવાની ધમકી અને અને દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેની ઇચ્છા નહી હોવા છતા પણ યુવરાજસિંહ દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ઉલ્લેખ પણ છે. જેના પગલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરીને આ અંગે તપાસ આદરવામાં આવી છે.

image source

યુવતીએ જણાવ્યું કે, તેને પહેલા યુવરાજસિંહ સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન છેલ્લા એક મહિના દરમિયાન તેણે મારી સાથે અવાર નવાર મારા ઘરે તેમજ બહાર હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. મારી પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે પરત આપતો નથી. બીજા 30 હજાર માંગ્યા અને ઇન્કાર કર્યો તો મારા પર છરી વડે હૂમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પૈસા નહી આપે તો યુવતી તથા તેના ભાઇની હત્યા કરવાની ધમકી પણ આપી હતી.