લદ્દાખ દુર્ઘટનામાં જવાનોના જીવ ગુમાવ્યાના સમાચાર સાંભળીને કોહલી દુખી દુખી થઈ ગયો, મોટી વાત કરતાં કહ્યું કે-..

શુક્રવારે સવારે લદ્દાખના તુર્તુક વિસ્તારમાં બસ દુર્ઘટનામાં સેનાના 7 જવાન શહીદ થયા હતા. આ અકસ્માતમાં 19 જવાન ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ચંદીમંદિર કમાન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. વિરાટ કોહલીએ લદ્દાખ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સૈનિકો માટે શોક વ્યક્ત કરતું ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, ‘આપણા બહાદુર સૈનિકોના જીવ ગુમાવ્યા વિશે સાંભળીને આઘાત લાગ્યો. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’ ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે લદ્દાખના તુર્તુક વિસ્તારમાં બસ દુર્ઘટનામાં સેનાના 7 જવાન શહીદ થયા હતા. આ અકસ્માતમાં 19 જવાન પણ ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ચંદીમંદિર કમાન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

બસમાં 26 જવાન સવાર હતા :

બસમાં 26 જવાન હતા, જે પરતાપુર કેમ્પથી હનીફ સબ-સેક્ટરના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી. બસ સવારે 9 વાગે નીકળી હતી. બસ રસ્તા પરથી લપસી ગઈ અને નુબ્રા ખીણમાં મુખ્ય સૈન્ય મથક થોઈસથી લગભગ 25 કિમી દૂર શ્યોક નદીમાં પડી. અકસ્માતમાં ઘાયલ સૈનિકોને પહેલા પરતાપુરની ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 7 જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં 19 ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ચંદીમંદિર કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વિરાટની ટીમ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે :

વિરાટ કોહલીની ટીમ શુક્રવારે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ક્વોલિફાયર મેચમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે RCBને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 157 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને જોસ બટલરની ધમાકેદાર સદીના કારણે 18.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

 

ladakh: Virat Kohli expresses grief on deaths of soldiers in Ladakh bus accident | Off the field News - Times of India
image sours