જો તમે હાથ પર દાઝી ગયા છો તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપાયો, નહિં થાય બળતરા અને જલદી થઇ જશે ઠીક

ઘણીવાર રસોડામાં કામ કરતી વખતે આપણા હાથ બળી જાય છે.ક્યારેક રોટલીની વરાળ હાથ પર લાગી જાય છે,તો ક્યારેક કુકર અડી જાય છે,તો ક્યારેક ફ્રાઈંગ પેન હાથ પર અડી જાય છે.ત્યારબાદ હાથ પર દાજ લાગી જાય છે અને તે જગ્યા પર ખુબ જ બળતરા પણ થાય છે.

જયારે હાથ બળી જાય છે,ત્યારે આપણું મગજ કામ નથી કરતું કે આપણે શું કરવું જોઈએ.પણ શું તમે જાણો છો કે આ બળતરા દૂર કરવા માટે તમે તમારા રસોડામાં રહેલી જ ચીજોનો ઉપયોગ કરી શકો છો.ચાલો આજે અમે તમને જણાવીએ આ સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો.

દાડમ

image source

તમારા ઘરની બહાર જો કોઈ દાડમનું ઝાડ હોય,તો કેટલાક દાડમના પાન તોડી લો અને તેને ગ્રાઇન્ડ કરી તેની પેસ્ટ બનાવો.હવે તેને બળતરાવાળા વિસ્તાર પર લગાવો.દિવસમાં ઘણી વખત આ પેસ્ટ લગાવવાથી તમને ઝડપથી રાહત મળશે.

ટૂથપેસ્ટ

image source

જ્યારે અચાનક હાથ બળી જાય,ત્યારે રાડો નાખવાની અને અસ્વસ્થ થવાની જરૂર નથી.ફક્ત તમારા વોશરૂમમાંથી ટૂથપેસ્ટ લાવો અને તરત જ તેના પર ટૂથપેસ્ટ લગાવો.તેમાં રહેલા મિન્ટ ફોર્મ્યુલાથી તમને ખૂબ જ ઝડપથી રાહત મળે છે.

ફુદીનો

image source

ફુદીનો તેના મિન્ટ માટે જાણીતો છે.તેનો ઉપયોગ બળતરાવાળી જગ્યા પર કરવાથી ખુબ ફાયદો થાય છે. ફુદીનાના પાંદડા ગ્રાઇન્ડ કરીને તેને હાથ પર લગાવો અને દિવસમાં ઘણી વખત આ ઉપાય કરો.

બરફ

image source

આ એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે.જયારે તમારો હાથ બળી જાય ત્યારે તે વિસ્તાર પર બરફના ટુકડાથી હળવા હાથથી માલિશ કરો.આ કરવાથી હાથ પર થતી બળતરા દૂર થશે અને તમને રાહત મળશે અથવા તમે મોટા વાસણમાં બરફ નાખો અને તેમાં પાણી ઉમેરો અને પછી તેમાં હાથ નાખો.આ ઉપાયથી પણ તમને ઘણી રાહત મળશે.

કેળા

image source

કેળા હંમેશાં ઘરમાં રાખવામાં જ આવે છે.આ એવું ફળ છે જે આપણા માટે દરેક રીતે ઉપયોગી સાબિત થાય છે.જયારે તમારો હાથ બળી જાય ત્યારે તરત જ કેળાના પલ્પને તે જગ્યાએ લગાવો અને થોડીવાર આરામ કરો.તમારા હાથની બળતરા ઝડપથી દૂર થઈ જશે.

મધ

image soucre

મધ બળતરા દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકારક છે.જયારે તમારો હાથ બળી જાય ત્યારે તે જગ્યા પર મધ લગાવો અને તેને થોડા સમય માટે રહેવા દો.આ ઉપાયથી તમને ખુબ જ ઠંડકનો અનુભવ થશે.

તુલસી

image source

તુલસી ખુબ જ શ્રેષ્ઠ ઔષધિ છે,તુલસી દરેક સમસ્યાના ઉપચારમાં ફાયદાકારક માનવામાં આવે છે.એવી જ રીતે,જયારે તમારો હાથ બળી જાય ત્યારે તેની બળતરા દૂર કરવા માટે તમે તમારા હાથ પર તુલસીના પાનનો રસ લગાવી શકો છો.આ ઉપાયથી તમારા હાથની બળતરા દૂર થશે અને તમે ઘણી ઠંડકનો અનુભવ કરશો.

ગ્રીન ટી

image source

જયારે તમારો હાથ બળી જાય છે અને તે જગ્યા પર પાણીનો ફોડલો થાય છે,ત્યારે આ ફોડલો દૂર કરવા માટે તમે થોડું પાણી ગરમ કરો ત્યારબાદ તે પાણીમાં ગ્રીન ટી અને એક ચમચી બેકિંગ સોડા ઉમેરો.ત્યારબાદ આ પાણી ઠંડુ થવા દો,જયારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે રૂની મદદથી હળવા હાથથી તે પાણી ફોડલા પર લગાવો.આ ઉપાયથી ફોડલો સરળતાથી ફૂટી જશે અને બળતરા પણ ઓછી થશે.

એલોવેરા

image source

હાથ બાલી જવાથી થતી બળતરા દૂર કરવા માટે તમે એલોવેરા જેલમાં,હળદર મીઠું અને પાણી નાખી એક પેસ્ટ બનાવો,ત્યારબાદ આ પેસ્ટ બળતરાવાળી જગ્યા પર લગાવો.તમારી સમસ્યા ઝડપથી દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત