લાલુ યાદવ સાથે જોડાયેલા 17 સ્થળો પર સીબીઆઇના પડ્યા દરોડા

જમ્મુ-કાશ્મીરના રામબનના મીરકોટ વિસ્તારમાં ખૂની નાળા પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જ્યાં મોડી રાત્રે એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જમ્મુ-કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે કાટમાળમાં 10 મજૂરો ફસાયા છે.

17 જગ્યાએ દરોડા :

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ RJD વડા લાલુ યાદવ અને તેમની પુત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધ્યો છે. લાલુ યાદવને લઈને દિલ્હી અને બિહારમાં 17 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

લાલુના 15 સ્થળો પર સીબીઆઈના દરોડા :

ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં CBIએ આજે ​​મોટી કાર્યવાહી કરી છે. CBIએ લાલુ યાદવ સાથે જોડાયેલા 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. સીબીઆઈ રાજધાની પટના સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. સીબીઆઈ પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિસરમાં પણ સર્ચ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBI લાલુ યાદવના રેલવે મંત્રીના કાર્યકાળ દરમિયાન થયેલા ભરતી કૌભાંડની તપાસ કરી રહી છે.

બાંધકામ હેઠળની ટનલનો એક ભાગ તૂટી પડ્યો :

જમ્મુ-કાશ્મીરના રામબનમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. ટનલનો એક ભાગ ધરાશાયી થવાને કારણે ત્યાં કામ કરતા 6 થી 7 લોકો ફસાયા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. ટનલની અંદર ફસાયેલા લોકો ટનલ ઓડિટ કંપનીના કર્મચારી છે.

પેગાસસ જાસૂસી અને જ્ઞાનવાપી વિવાદ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી :

પેગાસસ જાસૂસી અને જ્ઞાનવાપી વિવાદ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. નોંધપાત્ર વાત એ છે કે, જ્ઞાનવાપી કેસ અંગે મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજી પર આવતીકાલે સુનાવણી થવાની હતી, પરંતુ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કોર્ટ પાસે એક દિવસનો સમય માંગ્યો હતો.