લિવ-ઈન રિલેશનમાં જન્મેલો બાળક પ્રોપર્ટીનો હકદાર છેઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- સાથે રહેતા પુરુષ અને મહિલાનો સંબંધ લગ્ન જેવો છે

સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપતાં લગ્ન વિના જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં હકદાર ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મહિલા અને પુરૂષ લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો તેને લગ્ન ગણવામાં આવશે અને આ સંબંધમાંથી જન્મેલા બાળકોને પણ પિતાની સંપત્તિમાં હક મળશે.

image source

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો જેમાં કોર્ટે યુવકને તેના પિતાની મિલકતમાં હિસ્સો ન ગણ્યો કારણ કે તેના માતા-પિતા પરણ્યા ન હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંનેએ ભલે લગ્ન કર્યા ન હોય, પરંતુ બંને લાંબા સમયથી પતિ-પત્નીની જેમ સાથે રહે છે. આવી સ્થિતિમાં, જો ડીએનએ ટેસ્ટમાં સાબિત થાય છે કે બાળક બંનેનું છે, તો પિતાની સંપત્તિ પર બાળકનો સંપૂર્ણ અધિકાર છે.

કેરળના એક વ્યક્તિએ તેના પિતાની મિલકતના વિભાજનમાં હિસ્સો ન મળવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું હતું – તેને ગેરકાયદેસર પુત્ર કહીને હિસ્સો આપવામાં આવી રહ્યો નથી. કેરળ હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે જે વ્યક્તિ પર તે મિલકતનો દાવો કરી રહ્યો છે, તેની માતાએ તેની સાથે લગ્ન કર્યા નથી, આવી સ્થિતિમાં તેને પારિવારિક સંપત્તિનો હકદાર ગણી શકાય નહીં.

2010માં સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપી હતી. આ સાથે જ ઘરેલું હિંસા અધિનિયમ 2005ની કલમ 2(f)માં પણ લિવ ઇન રિલેશન ઉમેરવામાં આવ્યું હતું. એટલે કે લિવ-ઈનમાં રહેતા કપલ ઘરેલુ હિંસાનો રિપોર્ટ પણ નોંધાવી શકે છે. લિવ ઇન રિલેશન માટે કપલે પતિ-પત્નીની જેમ સાથે રહેવું પડે છે, પરંતુ આ માટે કોઈ સમય મર્યાદા નથી.

image source

આવો જ કિસ્સો કોંગ્રેસના નેતા નારાયણ દત્ત તિવારી સાથે બન્યો હતો, જેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. કોંગ્રેસના નેતા ઉજ્જવલા શર્માએ દાવો કર્યો હતો કે તેણી અને નારાયણ દત્ત તિવારીના સંબંધો હતા જેમની સાથે એક પુત્ર રોહિત શેખરનો જન્મ થયો હતો. તેણે તિવારીની મિલકતમાં રોહિતનો અધિકાર માંગ્યો હતો. નારાયણ દત્ત તિવારીએ કોર્ટમાં આ સંબંધનો ઈન્કાર કર્યો હતો.

લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. આ ટેસ્ટથી સાબિત થયું કે રોહિત શેખર નારાયણ દત્ત તિવારીના પુત્ર છે. રોહિત અને ઉજ્જવલાને કોર્ટના આદેશ બાદ નારાયણ દત્ત તિવારીએ દત્તક લીધા હતા.