લોભામણી જાહેરાત જોઈને તમે પણ જો જુના સિક્કા નોટ વેચતા હોય તો ચેતી જજો, બાકી એવી ભીંસ પડશે કે ક્યાયના નહીં રહો

છેલ્લા દિવસોમાં જૂના સિક્કા અને નોટોની ખરીદી અને વેચાણનું ચલણ તેજ બન્યું છે. ઘણા ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ છે જ્યાં જૂની નોટ અને સિક્કા વેચાઈ રહ્યા છે. પરંતુ આરબીઆઈએ આ અંગે જરૂરી માહિતી જારી કરી છે. આરબીઆઈએ કહ્યું કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ પર જૂની નોટો અને સિક્કાઓના વેચાણ માટે કેન્દ્રીય બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. આવો જાણીએ RBIએ શું કહ્યું?

image source

રિઝર્વ બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, “રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક તત્વો ભારતીય રિઝર્વ બેંકના નામ અને લોગોનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને વિવિધ ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જૂની નોટો અને સિક્કાઓ વેચવા માટે લોકો પાસે ફી/કમિશન માંગી રહ્યા છે.

રિઝર્વ બેંકે કહ્યું કે, તે આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આવા વ્યવહારો માટે ક્યારેય કોઈ પાસેથી કોઈ ફી કે કમિશન માંગશે નહીં. તે જ સમયે, બેંકે કહ્યું છે કે તેણે આવી પ્રવૃત્તિઓ માટે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને કોઈપણ પ્રકારની અધિકૃતતા આપી નથી.

image source

તમને જણાવી દઈએ કે આરબીઆઈ આવી બાબતોમાં ડીલ કરતી નથી અને ન તો તે ક્યારેય કોઈ પાસેથી આવી ફી કે કમિશન માંગતી નથી. બેંકે કહ્યું, “રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોઈપણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિ વગેરેને આવા વ્યવહારો પર રિઝર્વ બેંક વતી કોઈપણ ફી અથવા કમિશન વસૂલવાની સત્તા આપી નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે આવી નકલી અને છેતરપિંડીભરી ઑફર્સની જાળમાં ન ફસાય.