માતાનો કલ્પાંત, કહ્યું- મારી રાધે-શ્યામની જોડી વિખેરાઈ ગઈ, સરકારને વિનંતી કે મારી જેમ બીજી કોઈ માની આંતરડી ના કકળે

દીકરાના લગ્નને હજી તો ફક્ત બે મહિના જ થયા કે ત્યારે અમદાવાદના હતભાગી વાણિયા પરિવારને કુદરતે એવી સજા આપી કે તેનું બધુ છીનવી લીધું. અહીં કારનો અકસ્માત થયો સોલા ઓવર બ્રિજ પર પુત્ર અને પુત્રવધૂના કરુણ મોતથી તેનો આખો પરિવાર સાવ ભાંગી પડ્યો છે. આ ઘટનાને પાંચ દિવસ થઈ ગયા તે છતા પણ માતા પિતા અને બહેનોના ડૂસકાં હજી પણ બંધ નથી થતા. દીકરાને યાદ કરીને તેની માતાની આંખમાથી દળ દળ આંસુઓ વહ્યા વહી જાય છે. તેનો પિતા તો સાનભાન ભૂલી ગયા છે, જ્યારે તેની બે મોટી બહેનો હવે રાખડી કોના હાથમાં બાંધશે તે યાદ કરીને પરિવાર કરુણ કલ્પાંત કરી રહી છે.

નોંધનીય છે કે ગઇ તારીખ ૨૮મી મેના દિવસે મોડીરાતના સોલા ઓવર બ્રિજ પર સ્વિફ્ટ ડિઝાયર કારે ટીવીએસ જ્યુપિટર પર જતા એક યંગ કપલને પાછળથી ટક્કર મારી દીધી હતી, તેમાં તેઓ ઊછળીને બ્રિજથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં પતિ દ્વારકેશ વાણિયા અને પત્ની જુલીનુ ત્યાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અમારી ટીમે ચાંદખેડામા રહેતા મૃતક દ્વારકેશના પરિવારની મુલાકાત લીધી. તેમા અમારી સાથે વાત કરતા કરતા જ તેના પરિવારના સભ્યો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. તેનો પરિવાર આ અકસ્માત કરનારને કડકમા કડક સજાની માંગણી કરી છે, તેથી ભવિષ્યમા કોઈ આવુ કરતા પહેલાં સો વાર વિચારે.

car and two wheeler accident couple death at Sola bridge, Ahmedabad -  અમદાવાદના સોલા બ્રિજ પર કારની ટક્કર વાગતા દંપતી બ્રિજની નીચે પડ્યું –  News18 Gujarati
image sours

જેણે આ કર્યું છે તેને ક્યારેય કુદરત માફ નહીં કરે :
દીકરાનો નવો સંસાર હજી તો શરૂ થયો જ હતો, નવી વહુને હજી તો પરિવારે સરખા લાડ પણ નહોતા લડાવ્યા, ત્યા તો આ વ્રજઘાતે તેની માતાને હમચાવી દીધા હતા. રડતા રડતા વાત કરતા મૃતકની માતા મીનાબેને જણાવ્યુ કે મારી રાધે-શ્યામની જોડી ઘડીકમા જ વિખેરાઈ ગઈ. જેણે પણ આ કર્યું છે તેને કુદરત ક્યારેય માફ નહીં કરે. સરકારને મારી ખાસ વિનંતી છે કે મારી આંતરડી કકળી તેવી બીજી કોઈ પણ માની ના કકળે. આ સિવાય મારી પાસે બીજા કોઈ પણ શબ્દ નથી. આટલું કહેતા જ તેમને ડૂમો ભરાઈ આવ્યો હતો અને વધુ કંઈ પણ બોલી શક્યા નહીં.

આરોપીને એવી સજા આપો કે કોઈ પણ બીજા ભૂલ કરતા પહેલા સો વાર વિચાર કરે :
મૃતકના પરિણીત મોટા બહેન શીતલબેન ભાવુક થઈને જણાવ્યુ કે, આ ઘટનામાં હિટ એન્ડ રનનો કેસ બને છે, તેમા જે મૃતકનો પરિવાર લાચાર બની ગયો છે તેમને કાયદાકીય રીતે એટલો ન્યાય આપો કે હવે પછી કોઈ પણ એક્સિડન્ટ કરીને ભાગવાવાળાને ખબર પડે કે તમારી એક નાનકડી પાંચ કે દસ મિનિટની ભૂલ સામેવાળાના આખા પરિવારનુ બધું જ છીનવી લે છે. આ જેણે પણ કર્યું છે તેની સામે સખત પગલા લઈને અમને પૂરો ન્યાય અપાવો. સામેવાળાની પાંચ કે દસ મિનિટની ભૂલમા અમારો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. ફરીથી આવા ક્યારેય કેસ ના થાય એટલે આનુ સખત પરિણામ લાવીને અહી જ સ્ટોપ કરવા મારી ખાસ વિનંતી છે.

આ અકસ્માત સર્જનારી વ્યક્તિની કેટલી લાપરવાહી હશે? આના કરતા તો મર્ડર કરવાવાળી વ્યક્તિ મર્ડર કરે છે એ પણ સરળતાથી કરતાં હશે. આ ઘટના જે વ્યક્તિથી બની છે તેને એટલી સખત સજા મળવી જોઈએ કે આ જ બાદ રસ્તામા કોઈ પણ વાહન લઈને નીકળે તો તેને પણ એ જ વિચાર આવે કે મારાથી આવી ભૂલ ન થવી જોઈએ. જેણે આ કર્યું છે તે જ્યા પણ હશે, જીવશે ત્યાં સુધી તે પળે પળે રિબાઈને મરશે. જીવનમા એ વ્યક્તિ જ્યારે પણ પોતાને જોશે ત્યારે તેને લાગશે કે આના કરતાં તો હું મરી ગયો હોત તો વધારે સારું હતું.

Newly married couple die after falling off Sola bridge on SG highway after  being hit by speeding car | DeshGujarat
image sours

શીતલબેને વધારેમાં કહ્યું કે મારો ભાઈ દ્વારકેશ તો અનમોલ રતન જ હતો પણ એની સાથે જોડાયેલી વ્યક્તિ જુલી હતી, એ અનમોલ રતનને પણ અમે ગુમાવી દીધું છે. એનુ વ્યક્તિત્વ ખૂબ જ સારું હતું. એ એની સારાઈ ફક્ત બે મહિનામા જ અમારી સામે મૂકીને ચાલી ગઈ. અમારી પાસે એની ફક્ત યાદો સિવાય બીજી કશું જ નથી રહ્યું. અમે જુલી માટે જેટલું કહીશું એટલું ઓછું છે પણ એટલું છે કે એ બંને એકબીજા માટે જ બન્યા હતા અને એકબીજા સાથે ગયા છે.

બીજા કોઈ પણ ઘરડા મા બાપના દીકરા વહુ ના છીનવાય જાય તેવી કડક કાર્યવાહી કરો :
મૃતકના બનેવી હસમુખભાઈએ કહ્યું કે મારા સસરાનુ જૂનુ ઘર રાણીપમા આવેલું હતું. શનિવારે રાતના ત્યાંથી મારા પર એક ફોન આવ્યો હતો કે બે જણાએ વિગત આપી છે કે તમારા સસરાનો એક્સિડેન્ટ થઇ ગયો છે, એટ્લે હું મારા સસરાના ઘરે પહોચી ગયો હતો, પરંતુ ત્યાં તેઓ પોતે હાજર હતા, જેથી મેં દ્વારકેશ અને જુલીને ફોન કર્યો, પરંતુ તેમણે મારો ફોન રિસીવ કર્યા નહોતો, એટલે અમે ખૂબ ટેન્શનમા આવી ગયા. થોડીવાર પછી અમને જાણ થઈ કે આ બંનેનો અકસ્માત થયો છે. મારી સરકારને એટલી જ વિનંતી છે કે ફરી કોઈ બીજા ઘરડા મા બાપના દીકરા વહુ ના છીનવાય જાય એવી કડક કાર્યવાહી કરે. આટલુ કહેતાં જ તેઓ પણ રડી પડ્યા. બાદમા હસમુખભાઇએ ઉમેર્યું કે દ્વારકેશના પિતા હસમુખભાઈનુ આધારકાર્ડ દ્વારકેશ પાસે જ હતું, તેના આધારે લોકો તેને શોધતા શોધતા જૂના ઘરે પહોંચી ગયા હતા.

સરકાર વાહનોની સ્પીડ પર પ્રતિબંધ લગાવે, નહિતર ટૂ-વ્હીલર ચલાવવુ ભારે પડી જશે :
કાકા કનુભાઇએ જણાવ્યુ કે એ રાતે પોલીસનો ફોન આવ્યો અને અમે સોલા સિવિલમા પહોંચી ગયા ત્યારે બંનેના મૃતદેહો જોઈને અમારી ઉપર જાણે આભ તૂટી પડ્યું. પછી સગાને ત્યાં જ બોલાવી લીધા. અમને કહેવામા આવ્યું કે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે પછી તમને બોડી મળશે. બીજા દિવસે નવ વાગ્યે અમને બંનેની બોડી મળી. સાણંદથી ગોતા સુધીનો જે એસજી હાઇવે બનાવ્યો છે, ત્યા એટલા પૂરઝડપે વાહનો જઇ રહ્યા છે કે ટૂ વ્હીલરને તો ચલાવવા માટે કોઈ સ્થાન જ નથી રહ્યો. સરકારને વિનંતી છે કે બે બાજુ જે પાળી છે એને થોડી ઊંચી કરવી જોઈએ. એવું નહીં કરે તો ટૂંક જ સમયમા ટૂ-વ્હીલર ત્યાં ચલાવવું ખૂબ ભારે પડી જશે. સરકારે ત્યા રોડ પર સ્પીડ પર રોક લગાવવી જોઈએ, તેથી ફરીવાર કોઈનો પરિવાર ન નંદવાય જાય.

car and two wheeler accident couple death at Sola bridge, Ahmedabad -  અમદાવાદના સોલા બ્રિજ પર કારની ટક્કર વાગતા દંપતી બ્રિજની નીચે પડ્યું –  News18 Gujarati
image sours

જુલીને તેના માતા પિતાની સાથે સાસુ સસુરાની સેવા પણ કરવી હતી :
કનુભાઇએ જણાવ્યુ કે જ્યારે તેની સગાઈ કરવાની હતી ત્યારે જુલીએ જણાવ્યુ કે હું એક જ દીકરી છું. મારે મારા માતા પિતાની સેવા કરવાની છે. તેથી મારે કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, જે ચાંદખેડામાં જ રહેતી હોય, તેથી હું મારા માતાપિતાની સાથે સાથે મારા સાસુ સસરાની પણ સંભાળ રાખી શકું. પછી લગ્ન થતા બંનેએ સાસુ સસરા અને માતાપિતાની સંભાળ રાખવાનું નક્કી કર્યું, પરંતુ એ પહેલા જ જુલીનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.

મૃતક તેના મિત્રો સાથે ગોવા ફરવાનો પ્લાન પણ બનાવતો હતો :
તેના મિત્ર સ્વ્પ્નેશ નાગરે કહ્યું કે દ્વારકેશ મારો સ્કૂલના સમયનો મિત્ર હતો. મારે સગો ભાઈ નથી, તે મારા સગા ભાઈથી પણ વધારે વિશેષ હતો. તેના લગ્નને ફક્ત બે મહિના જ થયા હતા. આ બે મહિનામા અમે ઘણો બધો સારો સમય પસાર કર્યો હતો. અમે ગોવા જવાનો પ્લાન પણ કરતાં હતા, પણ એવા સમયે આવા સમાચાર મળ્યા. બે જ મહિના પહેલા તેના લગ્ન થયા હતા. અમે બધા મિત્રો ભેગા થઈને તેની ત્રણ દિવસ સાથે જ રહ્યા હતા, એ દિવસો ખૂબ જ યાદ આવી રહ્યા છે. આટલા દિવસ થયા હોવા છતા પણ જે વ્યક્તિ અકસ્માત સર્જીને ગઈ છે તેની કાર હોવા છતાં પણ તે હજી તેની કોઈ ભાળ મળી નથી. તેના ઘટનાસ્થળના ફોટા જોઈએ તો ખ્યાલ આવે છે કે તે વ્યક્તિએ એ સમય દરમિયાન બહુ જ વેદના ગણતરીની માત્ર થોડી સેકંડોમા ભોગવી હશે.

આ આખી ઘટના શું હતી? :
શહેરના ચાંદખેડામા આસ્થા સ્ક્વેર સોસાયટીમા રહેતા હસમુખભાઇ રામજીભાઇ વાણિયા પોલીસમા ASI પદેથી રિટાયર થઈ ગયા છે. પરિવારમા બે મોટી દીકરી અને એક નાનો દીકરો દ્વારકેશ જ હતો. ૩૪ વર્ષના દીકરા દ્વારકેશના બે મહિના પહેલા ૨૮ માર્ચના દિવસે હર્ષદભાઈ મેકવાનની ૩૨ વર્ષની દીકરી જુલી સાથે લગ્ન થયા હતા. દ્વારકેશ વાણિયા આસ્થા મોટર્સ નામનો ટૂ-વ્હીલરનો શોરૂમ ચલાવતો હતો. આ નવપરિણીત દંપતીથી હસીખુશીથી હજી તો નવી જિંદગી શરૂ કરી હતી.

car and two wheeler accident couple death at Sola bridge, Ahmedabad -  અમદાવાદના સોલા બ્રિજ પર કારની ટક્કર વાગતા દંપતી બ્રિજની નીચે પડ્યું –  News18 Gujarati
image sours

બંનેએ ઘણા સપના પણ સજાવ્યા હતા. આ દરમિયાન લગ્નના બે મહિના પૂરા થતા જ તેની એનિવર્સરી પર દંપતીએ SG હાઈવે પર નવુ ખરીદેલું ટીવીએસ સ્કૂટર લઈને બંને ડિનર પર નીકળ્યા હતા, જ્યાં બંનેએ થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો, પણ દંપતીને ક્યાં ખબર હતી કે તેમની જિંદગીની આ છેલ્લી ઘડીઓ રહી જશે. રાત્રે દંપત્તિ સ્કૂટર પર બેસીને ઘરે જવા માટે નીકળ્યું હતું. તે બંને જેવું સોલા ઓવરબ્રિજ પર પહોંચ્યા કે પાછળથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર-GJ01 KP 9398)એ ધડાક દઈને સ્કૂટરને ટક્કર મારી દીધી હતી.

બ્રિજના બોલ્ટ સાથે ઘસાવાથી દ્વારકેશના આંતરડા બહાર આવી ગયા હતા :
કારે એટલી ભયંકર રીતે ટક્કર મારી કે સ્કૂટર રોડ પર કેટલા ફૂટ સુધી ઢસડાય ગયું હતું. બે ઘડી કંઈ સમજે એ પહેલા તો દ્વારકેશ પણ બ્રિજ નીચે પટકાયો ગયો હતો. દ્વારકેશ બ્રિજ પરથી નીચે પડી ગયો એ પહેલા સાઈડની પાળી પર લાગેલી એક ફુટના બોલ્ટ સાથે ઘસાય ગયો હતો. આના કારણે તેનુ પેટ ફાટીને આંતરડાંની બહાર આવી ગયા હતા. બોલ્ટ પર તેના શર્ટનો એક ટુકડો પણ ચોંટી ગયો હતો. નીચે પડેલા દ્વારકેશનુ ત્યાં ને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું. બે સેકન્ડ પછી જુલી ઊછળીને બ્રિજની નીચે માથાભેર પટકાઈ ને પડી હતી.

car and two wheeler accident couple death at Sola bridge, Ahmedabad -  અમદાવાદના સોલા બ્રિજ પર કારની ટક્કર વાગતા દંપતી બ્રિજની નીચે પડ્યું –  News18 Gujarati
image sours