બદલાતા વાતાવરણમાં શરદી-ખાંસી-ઉધરસને આ ધરગથ્થુ ઉપાયોથી કહી દો BYE-BYE

વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો અને ક્યારેય પણ વરસાદ ખાબકી જાય છે. આવી મિક્સ મોસમમાં તરત જ બીમાર થઇ જવાય છે. વાતાવરણમાં ફેરફાર થવાનાં કારણે હાલ બધી જ ઋતુઓ ભેગી જોવા મળે છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ખાણી-પીણીની આદતો પણ બદલાતી હોય છે. જેના કારણે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે.

image source

બદલાતી અને મિક્સ ઋતુનાં કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે. ખાંસીમાં છાતી, માથુ, પડખા, પાંસળા તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય, ગળું અને મોં સૂકાય છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે. આવી પરિસ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તો જાણી લો કઈ રીતે આમાંથી બચી શકાય છે.

image source

એવામાં માનવામાં આવે છે કે વરસાદની ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા થોડીક ઓછી થઇ જાય છે, જેનાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને આ વાતાવરણમાં બાળકો અને વડીલોની વધુ સારસંભાળ લેવાની જરૂર છે, કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા યુવાનોની સરખામણીએ ઓછી હોય છે. આ તમામ બીમારીઓથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવી જુઓ.

image source

સામાન્ય ફ્લૂના લક્ષણ : પીઠમાં દુખાવો, તાવ, માથામાં દુખાવો, માંસેપેશીઓમાં કળતર થવી, નાક બંધ થઇ જવું, ખાંસી. જો કે આ પ્રકારના લક્ષણ કોરોના વાયરસના પણ છે. એટલા માટે બંને વચ્ચે તફાવત શોધવું થોડુંક અઘરું છે. એટલા માટે તમારે એકવાર ડૉક્ટર સાથે વાત કરી લેવી જોઇએ. જાણો વાયરલ તાવ અને ફ્લૂથી બચવા માટેના ઘરેલુ ઉપાયો વિશે.

ઘરેલુ ઉપાયો

image source

દૂધ હોય કે પછી હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવામાં જો તમે આ બંનેને મિક્સ કરીને પીશો તો તેનાથી વધારે ફાયદો થશે. હળદર એન્ટી બાયોટિકનું કામ કરે છે, એટલા માટે તેને દૂધમાં મિક્સ કરીને પીવું ઉત્તમ રહેશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા ગરમ દૂધમાં થોડીક હળદર મિક્સ કરીને પી જાઓ. આ સ્વાસ્થ્યની સાથે તમને શરદી-ખાંસી અને વાઇરલ ફ્લૂથી પણ બચાવશે.

image source

જો કે લોકો દરેક મોસમમાં ચ્યવનપ્રાશ ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ મોસમમાં વધારે ફાયદાકારક સાબિત થાય છે. જડી-બુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક ઉત્પાદન છે, જે શરદી-તાવથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

image source

જો તમને શરદી-તાવ અને ખાંસીની સમસ્યા છે તો નાસ લેવો તે સૌથી શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય છે. તેનાથી બંધ નાકની સમસ્યા દૂર થઇ જાય છે અને શરીર જકડાઇ જવામાં પણ રાહત મળે છે. તમે સાદા પાણીનો નાસ લઇ શકો છો અથવા તો ગરમ પાણીમાં ફુદીનાના પાન નાંખીને પણ તેની વરાળ લઇ શકો છો. આ ખાંસીની સાથે સાથે ગળાની ખરાશ અથવા દુખાવાથી પણ રાહત અપાવે છે.

image source

૧૦-૧૫ તુલસીના પાન , ૮-૧૦ કાળા મરીને પાણીમાં ઉકાળીને તેવું પાણી પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે.
પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમાં સાકર ઉમેરી દરરોજ તેને પીવાથી રાહત મળશે.
તુલસીનાં પાન, મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને હુંફાળું હોય ત્યારે પી લેવું. ખાંસીથી કાયમી રાહત મળશે.

આમળાને સુકાવીને ચૂરણ બનાવીને તેમાં સમાન માત્રામાં સાકરનો પાવડર મિક્સ કરી લો. આ ચૂર્ણની એક ચમચી રોજ સવારે પાણી સાથે લેવી.

મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી લેશો તો ખાંસીથી ઝડપથી છુટકારો મળશે.

image source

દર ત્રણ કલાકે એક ચમચી માખણમાં વાટેલી સાકર ઉમેરી તેને ચાટી જવું. નાનાં બાળકો માટે આ ઉપાય અકસીર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,