મૂળ બ્રિટિશની ભૂરી મહિલા પતિ સાથે ગોવા આવી હતી ફરવા, અહીં કોઈએ રેપ કરી નાખ્યો, દેશની આબરુ જતી રહી

ગોવાના પણજીમાં બ્રિટિશ મૂળની મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે બળાત્કારના આરોપમાં 32 વર્ષીય યુવકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ જોએલ વિન્સેન્ટ ડિસોઝા છે. તેણે 2 જૂને મૂળ બ્રિટિશની મહિલા પર બળાત્કાર કર્યો હતો.

તેણે જણાવ્યું કે બ્રિટિશ મૂળની મહિલા 2જી જૂનના રોજ ઉત્તર ગોવાના અરમ્બોલ બીચ પાસે ‘સ્વીટ લેક’ પર આરામ કરી રહી હતી. ત્યારબાદ જોયલે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. મહિલાએ તેના પતિ સાથે મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તે બંને ગોવાની મુલાકાત લેવા ભારત આવ્યા છે.

2 જૂને જ્યારે મહિલા બીચ પાસે હતી. ત્યારબાદ જોએલ ત્યાં આવ્યો અને મહિલા પર બળાત્કાર કર્યો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.
મે મહિનાની શરૂઆતમાં, ગોવા પોલીસે અરમ્બોલ સ્થિત એક રિસોર્ટમાં 12 વર્ષની રશિયન છોકરી પર બળાત્કાર કરવા બદલ કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી તે રિસોર્ટમાં રૂમ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો.

પોલીસને મળેલી ફરિયાદ મુજબ આરોપીએ યુવતી પર સ્વિમિંગ પુલમાં અને પછી રૂમમાં બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા તેને સ્વિમિંગ પુલમાં છોડીને અરમ્બોલ નજીકના બજારમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ લેવા ગઈ હતી.

ઘટના બાદ આરોપી નાસી ગયો હતો. પરંતુ ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ ગદગ (કર્ણાટક)માંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.