નવરાત્રિ પહેલા માતા કરે છે અગ્નિ સ્નાન, :છતાં મૂર્તિનો વાળ પણ વાંકો નથી થતો, જાણો શું છે માન્યતા

નવરાત્રિ ઉત્સવ પહેલા, મેવાડની મુખ્ય શક્તિપીઠમાંની એક ઇડાણા માતાએ સોમવારે અગ્નિ સ્નાન કર્યું. માતા ઇડાણા એ અગ્નિસ્નાન કર્યાના સમાચાર વિસ્તારમાં ફેલાતાં જ મોટી સંખ્યામાં લોકો મંદિરના પટાંગણમાં ઉમટી પડ્યા હતા અને માતા ઇડાણાની જય જય કારના નારા લગાવવા લાગ્યા હતા. માતા ઇડાણાએ લગભગ 15 મિનિટ સુધી અગ્નિ સ્નાન કર્યું.

image source

મેવાડ વિભાગમાં મેવાડની મહારાણી તરીકે ઓળખાતું ઇડાણા માતાનું મંદિર માતાના અગ્નિમાં સ્નાન કરવા માટે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. મા ઇડાણા સમયાંતરે અગ્નિ સ્નાન કરતા રહે છે. ખાસ વાત એ છે કે આ સ્નાન માટે કોઈ સમય કે તારીખ નક્કી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે માતા નવરાત્રિના તહેવારની આસપાસના સમયમાં અગ્નિ સ્નાન ચોક્કસ કરે છે. આવી સ્થિતિમાં માતાના અગ્નિ સ્નાનના દર્શન કરનારા ભક્તો પોતાને ખૂબ જ ભાગ્યશાળી અને ધન્ય માને છે. અગ્નિસ્નાન વખતે માતાના તમામ શણગાર બળીને રાખ થઈ જાય છે, પરંતુ માતાની મૂર્તિ પર કોઈ અસર થતી નથી.

સોમવારે સવારે પણ માતા ઇડાણાએ અગ્નિસ્નાન કર્યું હતું. માતાના અગ્નિસ્નાનની જાણ થતાં આસપાસના ગામડાઓમાંથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. થોડી જ વારમાં ભક્તોનો ધસારો થયો. માતા ઇડાણાના અગ્નિ સ્નાનની ખાસ વાત એ છે કે માતાની મૂર્તિ પાસે મુકવામાં આવેલી આ અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થાય છે. માતાના અગ્નિ સ્નાનના માત્ર દર્શનથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

image source

આ દરમિયાન માતાની મૂર્તિની પાસે રાખવામાં આવેલી તમામ પૂજા સામગ્રી બળીને ભસ્મ થઈ જાય છે. અગ્નિસ્નાન પછી, માતાને ફરીથી એક નવો શણગાર આપવામાં આવે છે. માતા ઇડાણા મંદિર ઉદયપુર શહેરથી 60 કિમી દૂર જિલ્લાના મેવાલ વિસ્તારની પહાડીઓ વચ્ચે આવેલું છે. એવું માનવામાં આવે છે કે માતાના માત્ર દર્શનથી લકવાથી પીડિત દર્દીની બધી પીડા દૂર થઈ જાય છે.