SS રાજામૌલી અને આલિયા ભટ્ટ વચ્ચે થયો ડખો, ઇન્સ્ટા પરથી RRRની પોસ્ટ ડિલીટ કરી, ડાયરેક્ટરને પણ અનફોલો કર્યા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે દક્ષિણ ભારતીય સિનેમામાં ફિલ્મ ‘RRR’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રામચરણ, જુનિયર એનટીઆર અને અજય દેવગન સાથે આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસો બાદ આલિયા ભટ્ટે ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલીને અનફોલો કર્યા હોવાના અહેવાલ છે. આટલું જ નહીં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી RRR સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. RRRમાં તેના સીમિત સીન્સ માટે અભિનેત્રી એસએસ રાજામૌલીથી નારાજ હોવાનું માનવામાં આવે છે.

image source

એસએસ રાજામૌલી ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની ફોલોઈંગ લિસ્ટમાં જોવા મળ્યા નથી. આ સાથે જ અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ ફીડમાં RRR સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ જોવા મળી હતી. શું આલિયા ભટ્ટ ખરેખર એસએસ રાજામૌલીથી નારાજ છે, અભિનેત્રી અથવા RRRના નિર્દેશક સાથે સંબંધિત સૂત્રો તરફથી આ બાબતે કંઈ કહેવામાં આવ્યું નથી.

આલિયા ભટ્ટે ‘RRR’માં સીતાની ભૂમિકા ભજવી હતી, જો કે એવું માનવામાં આવે છે કે એસએસ રાજામૌલી અભિનેત્રીના સ્ટારડમ અનુસાર તેને ભૂમિકા આપવામાં નિષ્ફળ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પહેલા સીતાનો રોલ શ્રદ્ધા કપૂર અને પરિણીતી ચોપરા જેવી અભિનેત્રીઓને પણ ઓફર કરવામાં આવ્યો હતો.

image source

આ સિવાય, RRRની કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મે તેની રિલીઝના ત્રીજા દિવસે વૈશ્વિક સ્તરે 500 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી હતી. સોમવારે પણ ફિલ્મે સિનેમાઘરોમાં હંગામો મચાવવામાં કોઈ કસર છોડી ન હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, ‘RRR’એ સોમવારે 17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ખાસ વાત એ છે કે જુનિયર એનટીઆર અને રામચરણની ફિલ્મે માત્ર હિન્દી વિસ્તારોમાં જ 92 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.