ઓપેક દેશ ક્રૂડ ઓઈલની કિંમતમાં કરશે વધારો, ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ

તેલ, ગેસ અને રોજીંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાથી ત્રસ્ત દેશની જનતા ડીઝલ-પેટ્રોલમાંથી રાહતની રાહ જોઈ રહી છે. મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને આગામી દિવસોમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં રાહત મળશે. કારણ કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC Plus) અને રશિયા સહિત અન્ય સહયોગી દેશો ક્રૂડ ઓઈલની ઉત્પાદન મર્યાદા વધારવા માટે સંમત થયા છે. તેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થશે અને દેશમાં પણ તેલ સસ્તું થશે.

image source

OPEC અને સહયોગીઓએ રોગચાળા દરમિયાન તેમના કુલ ઉત્પાદનમાં ભારે ઘટાડો કર્યો હતો. પરંતુ હવે નવો નિર્ણય કોરોના દરમિયાન કરવામાં આવેલા કાપને ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. ઓપેક હાલમાં દરરોજ 4,32,000 બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. જોકે, હવે જુલાઈથી આ મર્યાદા વધારીને 6,48,000 બેરલ પ્રતિ દિવસ કરવાનો નિર્ણય OPEC પ્લસ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે પેટ્રોલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. આ વર્ષની શરૂઆતથી યુએસમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 54 ટકાનો વધારો થયો છે.

image source

તેલ નિકાસ કરતા દેશોના તાજેતરના નિર્ણયને કારણે વિશ્વમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો પહેલાની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધશે અને તેના કારણે વૈશ્વિક બજારમાં તેની કિંમતો પણ ઘટશે. ભારત તેની કુલ જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી જો ક્રૂડ ઓઈલ સસ્તું થશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ચોક્કસપણે ઘટશે.