PM મોદી આજે 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કા બહાર પાડશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કરતી વખતે રૂ. 1, રૂ. 2, રૂ. 5, રૂ. 10 અને રૂ. 20 ના સિક્કાઓની વિશેષ શ્રેણી બહાર પાડશે. આ વિશેષ શ્રેણીના સિક્કાઓ દૃષ્ટિહીન વ્યક્તિઓ દ્વારા સરળતાથી ઓળખી શકાશે.

પીએમઓએ નિવેદન બહાર પાડ્યું :

PMOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PM 6 જૂન, 2022ના રોજ સવારે 10.30 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન રૂ. 1, રૂ. 2, રૂ. 5, રૂ. 10 અને રૂ. 20ના સિક્કાઓની વિશેષ શ્રેણી પણ બહાર પાડશે.”

Is it true that the Indian government is going to bring new coins of 1, 2, 5, 10, and 20 rupees? - Quora
image sours

આ સિક્કા આ પ્રકારના હશે :

વિશેષ શ્રેણી હેઠળ, આ સિક્કાઓમાં AKAM નો લોગો હશે. PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સિક્કાઓની આ વિશેષ શ્રેણીમાં AKAM ના લોગોની થીમ હશે અને દૃષ્ટિહીન વ્યક્તિઓ તેને સરળતાથી ઓળખી શકશે.” ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહ 6 થી 11 જૂન, 2022 સુધી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવશે. (AKAM) ના ભાગરૂપે ઉજવવામાં આવી રહી છે

સિક્કાઓની વિશેષ શ્રેણી ઉપરાંત, PM ક્રેડિટ-લિંક્ડ સરકારી યોજનાઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ પણ લોન્ચ કરશે – જન સમર્થ પોર્ટલ, સરકારી ધિરાણ યોજનાઓને લિંક કરતું વન-સ્ટોપ ડિજિટલ પોર્ટલ. જન સમર્થ પોર્ટલ તેના પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ છે જે લાભાર્થીઓને ધિરાણકર્તાઓ સાથે સીધું જોડે છે.

PM मोदी ने जारी किया 20 रुपये का सिक्का, जानिए खास बातें- PM narendramodi released the new series of visually impaired friendly circulation Rs 1 Rs2 Rs 5 Rs 10 Rs 20 coins – News18 हिंदी
image sours